________________
અન્યદર્શનોમાં સ્યાદ્વાદ - ગાથા-૪૫
૧૧૭
(૧) પુરુષ અને (૨) પ્રકૃતિ. પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ એટલે જડ તત્ત્વ.
પુરુષ અને પ્રકૃતિ અને ભિન્ન છે, છતાં મોહના કારણે પુરુષને એટલે કે જીવને એવો ભ્રમ થાય છે કે આ બન્ને એક જ છે, જુદા નથી. પુરુષ અને પ્રકૃતિ અભિન્ન છે-ભિન્ન નથી, એવું જ્ઞાન એ અન્યતાખ્યાતિ સ્વરૂપ છે. આવા જ્ઞાનના કારણે આખા સંસારનું સર્જન થાય છે. તે સર્જાયેલા સંસારનું વિસર્જન કરવા ભેદજ્ઞાન થવું અતિ જરૂરી છે. “પ્રકૃતિ અને પુરુષ ભિન્ન છે' તેવા જ્ઞાનને “ભેદજ્ઞાન' કહેવાય છે. તે પ્રાપ્ત થતાં અન્યતાખ્યાતિનો અંત થાય છે. આ ભેદજ્ઞાનરૂપ સમ્યગૂજ્ઞાન સાંખ્ય દર્શનનું મુખ્ય અંગ છે. આથી જ તેનું સાવર્થ એવું નામ સાંખ્ય કહેવાય.
સાંખ્યના મતે પુરુષ અનેક છે પણ પ્રકૃતિ સત્ત્વ, રજસું અને તમસુ – એ ત્રણ ગુણોના સમુદાયસ્વરૂપ એક છે. અને એક હોવા છતાં તે પ્રકૃતિ, પ્રતિપુરુષ ભિન્ન ભાસે છે.
સત્ત્વનો સ્વભાવ જ્ઞાન-પ્રકાશ-આનંદ છે. તે લઘુ અને ઉજ્જવલ છે અને પદાર્થનો વાસ્તવિક બોધ કરાવવામાં સહાયક બને છે. ઉચિત પ્રવૃત્તિ, તપ, ત્યાગ, ઔદાર્ય, કે ક્ષમાદિ ગુણોની પ્રાપ્તિ સત્ત્વથી જ થાય છે, તે સુખકારી અને પ્રીતિદાયક છે.
રજસૂનો સ્વભાવ કોઈપણ પદાર્થ પ્રત્યે રંગાવાનો છે અને તેના કારણે દુ:ખી થવાનો છે, તે ગતિમાન છે અને મનની ચંચળતાનું કારણ છે. આ ગુણને કારણે જીવો ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે અને દુઃખી થાય છે. આ ગુણ જ નિષ્ક્રિય એવા સત્ત્વ અને તમોગુણને તેમના કાર્યોમાં ટેકો આપે છે.
તમસુનો સ્વભાવ અજ્ઞાન, અવરોધ અને મોહ છે, તે ગુરુ એટલે કે ભારે છે અને કાળો છે, તે પદાર્થનો વાસ્તવિક બોધ કરાવનારી વિચારસરણીને કુંઠિત કરે છે અને શુભ વિચારોનો અવરોધ કરે છે. અજ્ઞાન, અધીરાઈ, ઉકળાટ, નિદ્રા, દ્વેષ, ક્રોધના આવેશો વગેરે દોષોનું કારણ તમન્ ગુણ છે.
આમ, સત્ત્વ, રજસ્ અને તમસ્ ત્રણે વિરોધી ધર્મો છે, છતાં સાંખ્ય- દર્શનકારો માને છે કે પ્રકૃતિ તે ત્રણેથી યુક્ત છે. આમ તો સાંખ્યદર્શનકારોને અનેકાન્તવાદ માન્ય નથી, છતાં આ રીતે પ્રકૃતિને એક અને અનેક એમ બે વિરોધીધર્મવાળી માનતાં, તેઓ ઇચ્છે કે ન ઇચ્છે તો પણ તેમનાથી અનેકાન્તનો સ્વીકાર થઈ જાય છે.
વળી, આ ત્રણે ભાવો વિરોધી હોવાથી મુખ્યરૂપે ત્રણે સાથે રહી શકતા નથી. ત્રણમાંથી એક મુખ્ય (પ્રગટ) હોય તો બાકીના બે ગૌણ (અપ્રગટ) હોય. આમ મુખ્યરૂપે તેઓ વિરોધી છે પણ ગૌણ રૂપે તેઓ સાથે રહી શકે છે માટે વિરોધી નથી, તેથી અપેક્ષાએ વિરોધ છે તો અપેક્ષાએ વિરોધ નથી. આ રીતે પણ સાંખ્યના મતે અનેકાન્તનો સ્વીકાર થઈ જાય છે, તેથી તેઓ અનેકાન્તનું ખંડન કેવી રીતે કરે ?
સાંખ્યને જ્યારે એક સ્થાનમાં આ રીતે અનેકાન્ત સ્વીકાર્ય બને છે. ત્યારે સ્પષ્ટ છે કે તે અનેકાન્ત અસંગત છે એવું તો ન જ કહી શકે, અને જ્યારે તેના મતે એક સ્થાનમાં અનેકાન્ત સિદ્ધ થઈ જાય તો અન્યત્ર અનેકાન્તનો સ્વીકાર કરવામાં કોઈ દોષ નથી એવું સિદ્ધ કરી શકાય. વાસ્તવમાં તેઓને પોતાના સિદ્ધાંતોના નિર્વાહ માટે અનેકાન્તવાદની જરૂર પડે જ છે; પણ માત્ર અનેકાન્તના નામથી જ વિરોધ છે. ll૪પી.
Jain Education Interational
For Personal & Private Use Only
www ainelibrary.org