________________
વેદોની છેદ પરીક્ષા - ગાથા-૨૫
૭૭
સ્વર્ણાર્થે કરાતી હિંસા વેદવિહિત હોવાથી અનર્થકારી નથી'. એમને ગ્રંથકારશ્રી કહે છે કે, “શાસ્ત્રમાં વિધાન હોવા માત્રથી કાંઈ હિંસા અદુષ્ટ થતી નથી.”
વૈદક શાસ્ત્રમાં દાહનો નિષેધ છે, આમ છતાં કેટલાક રોગોમાં સારા વૈદ્યો પણ દૂષિત ત્વચાને બાળવા અગ્નિ ચિકિત્સાનું-ડામ દેવા વગેરેનું વિધાન કરે છે. આવા વિધાનથી પણ જ્યારે અગ્નિનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે જેમ અગ્નિથી દાહરૂપ પીડા તો થાય જ છે. તેમ વૈદિકો વડે યજ્ઞ માટે હિંસાનું વિધાન હોવા છતાં પણ હિંસા અનર્થકારી તો છે જ. આથી આવા વિધાનવાળું શાસ્ત્ર છેદશુદ્ધ માની શકાય નહિ. ર૪l.
અવતરણિકા :
(યજ્ઞસંબંધી) હિંસામાં પણ હિંસાની પ્રકૃતિદુષ્ટતા જતી નથી.” આ વાત ગ્રંથકારશ્રીએ દૃષ્ટાંત આપી સિદ્ધ કરી, તેમાં વૈદિકો દ્વારા ઉઠાવાતા પ્રશ્નને રજુ કરી તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
हिंसा भावकृतो' दोषो, दाहस्तु न तथेति चेत् ।
મૃત્યર્થ તદ્ધિધનેડપિ ભવિષ: તઃ ? ||૨|| શબ્દાર્થ :
૧/૨, ‘હિંસા માવતો ઢોષો - ‘હિંસા ભાવથી કરાયેલો દોષ છે. રૂ/૪, ઢાદતુ ન તથા’ . પણ દાહ તેવા પ્રકારનો નથી” /૬. તિ વેત - એ પ્રમાણે જો તું કહેતો હોય તો ૭, મૂત્યર્થ - (સ્વર્ગાદિ) ઐશ્વર્ય માટે ૮, તદ્વિઘાડપિ - તેના=હિંસાના વિધાનમાં પણ ૧. માવોu: - ભાવદોષ (તો છે જ) ૧૦/99.થે તિ: - (ત) કેવી રીતે જાય ? શ્લોકાર્થ :
હિંસા, એ ભાવથી કરાયેલો દોષ છે; જ્યારે દાહ તેવા પ્રકારનો (દોષ) નથી.' (આ પ્રમાણે દષ્ટાંતનું જ વૈષમ્ય છે) એમ જો તું કહેતો હોય તો ઐશ્વર્યાદિ માટે યજ્ઞગત જે હિંસાનું વિધાન છે, તેમાં પણ ભાવદોષ કઈ રીતે દૂર થઈ શકે ? ભાવાર્થ :
પૂર્વ શ્લોકમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, “વૈદ્ય દ્વારા ડામ દેવાનું વિધાન કરવા છતાં પણ જેમ દાહની પ્રકૃતિદુષ્ટતા જતી નથી, તેમ યજ્ઞગત હિંસાનું પણ વિધાન હોવા માત્રથી કાંઈ પ્રકૃતિદુષ્ટતા જતી નથી', ત્યાં વેદાન્તી કહે કે - “હિંસા તો ભાવથી કરાયેલો દોષ છે, તેથી જ્યાં અશુભ ભાવ હોય ત્યાં જ હિંસાનો દોષ લાગે છે. જ્યારે દાહની ક્રિયામાં તેવું નથી, ત્યાં તો અશુભ ભાવ ન હોય તો પણ દાહજન્ય પીડા તો થાય જ છે – આ પ્રમાણે તમે બતાવેલ દૃષ્ટાંતમાં જ વિસંગતિ છે.” વેદાન્તીની આવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકારશ્રી કહે છે કે, ભલે તું હિંસામાં ભાવકૃત દોષ માનતો હોય તો પણ ઐશ્વર્ય માટે જે યજ્ઞગત હિંસાનું વિધાન છે, તેમાં ભાવદોષ કઈ રીતે દૂર થાય ? અર્થાત્ ઐશ્વર્યની કામનાથી થતા યજ્ઞમાં ભાવદોષ દૂર થતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org