________________
૭૬
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર વેદોની છેદ પરીક્ષા
ગાથા-૨૪ થી ૨૮
અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે, ‘વેદશાસ્ત્રમાં દર્શાવેલા ઉત્સર્ગ-અપવાદ એક વિષયવાળા અર્થાત્ એક પ્રયોજનને સિદ્ધ કરનારા નથી, માટે વેદશાસ્ત્ર છેદશુદ્ધ નથી.' તેની સામે વેદને માનનારા કહે છે કે, “ભલે વેદશાસ્ત્રમાં મોક્ષાર્થે હિંસાનો નિષેધ અને સ્વર્ણાર્થે યજ્ઞનું વિધાન છે, તોપણ કોઈ દોષ નથી. કેમ કે, યજ્ઞાર્થક હિંસા શાસ્ત્રવિહિત છે અને શાસ્ત્રવિહિત હિંસા અનર્થકારી નથી, માટે વેદશાસ્ત્રો છેદશુદ્ધ નથી, તેમ તમે કહી શકો નહીં’ - આવી શંકાના નિરાકરણાર્થે ગ્રંથકારશ્રી કહે છે
શ્લોક :
9
निषिद्धस्य ँ विधानेऽपि ं हिंसादेर्भूतिकामिभिः ।
૪
રામ્યવ ન સહેઘે અંતિ પ્રકૃતિદ્રુષ્ટતા [૨૪]
શબ્દાર્થ :
૧. સૌથૈઃ - સઘો વડે ૨. વાહસ્ય - દાહની રૂ. પ્રકૃતિવ્રુષ્ટતા - પ્રકૃતિદુષ્ટતા ૪/૬. વ ન યાતિ - જેમ જતી નથી ૬. સ્મૃતિાિિમ:- (તેમ) ભૂતિકામીઓ વડે ૭/૮. નિષિદ્ધસ્ય હિંસાવે - નિષિદ્ધ એવી હિંસાદિના ૬. વિદ્યાનેઽપિ - વિધાનમાં પણ - (હિંસાદિની પ્રકૃતિદુષ્ટતા જતી નથી.)
શ્લોકાર્થ :
સઘો વડે કરાતા દાહની પ્રકૃતિદુષ્ટતા જેમ જતી નથી, તેમ સમૃદ્ધિની ઇચ્છાવાળાઓ વડે નિષિદ્ધ એવી હિંસાદિનું વિધાન કરાયું હોવા છતાં પણ તે હિંસાદિમાં જે સ્વાભાવિક દુષ્ટતા છે તે નાશ પામતી નથી. ભાવાર્થ :
Jain Education International
વૈદક શાસ્ત્રમાં દાહનો નિષેધ છે, આમ છતાં અમુક રોગમાં સવૈદ્યો પણ દાહનું વિધાન કરે છે; પરંતુ સવૈદ્યો દાહનું વિધાન કરે એટલા માત્રથી દાહમાં પીડા ઉત્પન્ન કરવાનો જે સ્વભાવગત દોષ છે તે કાંઈ નાશ પામી જતો નથી; તેવી જ રીતે વેદ-વિહિત હોવા માત્રથી કાંઈ સ્વર્ગાદિ માટે કરાતી હિંસાની પ્રકૃતિગત અનર્થકારિતા દૂર થતી નથી.
વિશેષાર્થ :
વેદશાસ્ત્રોનું કથન છે કે, ‘હિંસા પાપનું કારણ છે, માટે હિંસા ન કરવી જોઈએ. (‘મા હિંસ્યાત્ સર્વભૂતાનિ') આમ છતાં સ્વર્ગની ઈચ્છાવાળાએ જે યજ્ઞમાં પશુનો હોમ કરવામાં આવે છે તેવો યજ્ઞ ક૨વો જોઈએ.' (સ્વńનામ: અગ્નિષોનીય પશુમામેત) વેદશાસ્ત્રના આવા વિધાનને સામે રાખીને, વેદને માનનારા કહે છે કે,
For Personal & Private Use Only
www.jainelibrary.org