________________
૬૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
વિશેષાર્થ :
જે શાસ્ત્રનાં પ્રત્યેક વિધાનો અને નિષેધો મોક્ષ સાથે સંબંધવાળા હોય અને સંસારના કારણરૂપ રાગાદિ ભાવોનું ઉમૂલન કરનાર હોય, તે જ શાસ્ત્ર કષ-શુદ્ધિથી ઉત્તીર્ણ કહેવાય.
જૈન શાસ્ત્રોમાં ધ્યાનની શૈલીઓ તથા જપના વિધાનો એવા બતાવ્યા છે, જે રાગાદિ મલિન ભાવોને દૂર કરી વીતરાગતા સુધી પહોંચાડી શકે છે. તેવી રીતે અધ્યયન, અધ્યાપનની પદ્ધતિઓ પણ એવી વર્ણવી છે જે અજ્ઞાનનો નાશ કરી સર્વજ્ઞતા સુધી પહોંચાડે છે. વળી, અનેકવિધ સાધના શૈલીઓ એવી દર્શાવાઈ છે જે કર્મક્ષયમાં નિમિત્ત બની સાધકને સર્વ કર્મથી મુક્ત બનાવી શકે છે.
આ પ્રકારના વિધાનોની જેમ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે પાપોનો નિષેધ પણ ઠેર ઠેર જોવા મળે છે. આવા વિધિ અને નિષેધ વાક્યોના કારણે જૈન સિદ્ધાંત કષશુદ્ધ પુરવાર થાય છે.
વળી, જૈન શાસ્ત્રોમાં હિંસાદિ દોષોની વાતો પણ માત્ર સ્થૂલથી કરવામાં આવી નથી, પરંતુ હિંસાદિ દોષોનું વર્ણન પણ એ રીતે કરવામાં આવ્યું છે કે તેના ત્યાગથી સાંસારિક ભાવોથી વિશ્રાંતિ અને મોક્ષને અનુકૂળ ભાવોમાં સ્થિરતા સુલભ બને છે, આથી જ જૈન શાસ્ત્રો કષ-શુદ્ધિમાં દૃષ્ટાંતરૂપ છે. ||૧૯ો અવતરણિકા :
કયાં શાસ્ત્રો કષથી શુદ્ધ છે, તે જણાવી હવે કયાં શાસ્ત્રો કષપરીક્ષાથી શુદ્ધ નથી, તે જણાવે છે અર્થાત્ વ્યતિરેકથી કષશુદ્ધિને સમજાવે છેશ્લોક :
अर्थकामविमिश्रं यद, यच्च क्लृप्तकथाऽऽविलम् ।
आनुषङ्गिकमोक्षार्थं, यन्न तत् कषशुद्धिमत् ||२०|| શબ્દાર્થ :
9. વત્ - જે (શાસ્ત્ર) ૨. ૩૫ર્થહામવિડ્યુિં - અર્થ અને કામ (સંબંધી વાતો)થી મિશ્રિત હોય રૂ/૪. ઘ યર્ - અને જે ૬. વક્તવથાડડવિમ્ - ઉપજાવી કાઢેલી-કાલ્પનિક ખોટી કથાઓથી ખરડાયેલ હોય ૬/૭. થર્ સાનુક્રમોક્ષાર્થ - જેમાં આનુષંગિક રીતે મોક્ષાર્થક (કથનો) હોય ૮/૬/૧૦. તત પશુદ્ધિમતુ ન - તે (શાસ્ત્ર) કષશુદ્ધિવાળું નથી. શ્લોકાર્થ :
જે શાસ્ત્ર અર્થ, કામ(ની વાતો)થી મિશ્રિત હોય અને જે લૂપ્તકથાથી છે ઉપજાવી કાઢેલી કાલ્પનિક વાતોથી ખરડાયેલ હોય અને જેમાં મોક્ષ માટેની વાતો મુખ્યરૂપે નહિ, પણ આનુષંગિક રીતે જ રજૂ કરાઈ હોય તે શાસ્ત્ર કષશુદ્ધિવાળું નથી. ભાવાર્થ :
જે સિદ્ધાંતમાં પ્રધાનપણે અર્થ, કામની વાતો હોય, વળી જે લૂપ્ત કથા એટલે કલ્પિત કથાઓથી ખરડાયેલ હોય, તેમજ જે સિદ્ધાંતમાં અર્થ-કામની વાત મુખ્યરૂપે આવતી હોય અને મોક્ષની વાત આનુષંગિક રીતે જ આવતી હોય તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુદ્ધ ગણાય નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org