________________
કષશુદ્ધિ - ગાથા-૧૯
શાસ્ત્રમાં આવા અનેક પ્રકારના વિધિ અને નિષેધ વાક્યો છે. તે સર્વે મોક્ષના કારણ બને તેવા છે કે નહીં તેની તપાસ કરવી એ શાસ્ત્રની કષ પરીક્ષા સમાન છે. જેમ કે, શાસ્ત્રમાં કહ્યું હોય કે હિંસા ન કરવી જોઈએ, અને અહિંસાનું પાલન કરવું જોઈએ તો તપાસવું જોઈએ કે શું આ શાસ્ત્રમાં દરેક પ્રકારની હિંસાનું વર્ણન છે ? સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોનું સ્વરૂપ અને તેનાં સુખ-દુઃખની સંવેદનાઓનું વર્ણન છે ? દ્રવ્ય હિંસા સાથે મોક્ષમાં બાધક બને તેવી ભાવ હિંસા પણ કોને કહેવાય તે જણાવ્યું છે ? મોક્ષપ્રાપ્તિમાં અત્યંત બાધક બને તેવી વિષય અને કષાયની વૃત્તિઓની હાનિકારકતા વર્ણવી છે ? હિંસાદિની પ્રવૃત્તિઓ કે મનને મલિન કરે તેવી વૃત્તિઓનું નિયંત્રણ કરવાના ઉપાયો બતાવ્યા છે ? તે ઉપાયો પણ શું વાસ્તવિક રીતે મોક્ષના કારણ બને તેવા છે કે માત્ર તે કાળ પૂરતા કષાયાદિને દબાવે તેવા છે ? આ રીતે શાસ્ત્રના દરેક વિધિ અને નિષેધોની ઊંડી તપાસ કરતાં જો તે સર્વ વિધિ નિષેધો એક માત્ર મોક્ષના લક્ષ્યને સાધનારા હોય તો તે શાસ્ત્ર કષશુદ્ધ કહેવાય. /૧૮ અવતરણિકા :
કષશુદ્ધિવાળાં શાસ્ત્રો કયા કહેવાય, તે જણાવી હવે અન્વય દૃષ્ટાંત દ્વારા તેને વધુ સ્પષ્ટ કરે છેશ્લોક :
सिद्धान्तेषु या ध्यानाध्ययनादिविधिव्रजाः ।
हिंसादीनां निषेधाष्टा भूयांसो मोक्षगोचरा': ॥१९॥ શબ્દાર્થ : '
9. યથા . જેમ કે ૨. સિદ્ધાન્તપુ - (જૈન) સિદ્ધાન્તોમાં રૂ. મોક્ષોવર: . મોક્ષવિષયક ૪. મૂયાતો - ઘણા છે. ધ્યાનધ્યયનાિિવધિવ્રના: - ધ્યાન - અધ્યયન આદિ વિધિના સમૂહો ૬/૭. હિંસાવીનાં નિષેધા . અને હિંસાદિના નિષેધો (છે). શ્લોકાર્થ :
જેમ કે, જૈન સિદ્ધાંતોમાં મોક્ષવિષયક ઘણાં ધ્યાન-અધ્યયનાદિ વિધિના સમૂહો અને હિંસાદિના નિષેધો છે. (તે કારણે તે શાસ્ત્ર કષશુદ્ધ છે.) ભાવાર્થ :
પૂર્વમાં જણાવ્યું કે, જે શાસ્ત્રમાં કહેવાયેલા વિધિ અને નિષેધો મોક્ષના કારણ બનતા હોય તે શાસ્ત્ર કષશુદ્ધ કહેવાય. હવે તેવા જ શાસ્ત્રનું દૃષ્ટાંત આપતાં કહે છે કે જૈન સિદ્ધાંતમાં મોક્ષના સાધક, મોક્ષમાર્ગના પોષક ધ્યાન-અધ્યયન અને આદિથી ક્ષમાદિ ચારિત્ર ધર્મોનાં ઘણાં વિધાનો છે અને મોક્ષમાર્ગમાં બાધક એવી હિંસા, જૂઠ, ચોરી વગેરેનો નિષેધ કરતાં કથનો પણ છે. તેથી જૈન સિદ્ધાંત કષશુદ્ધ કહેવાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org