________________
(૧૧૬). નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો,
તે જ હું તે જ હું શબ્દ બોલે; શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે,
અહીંયાં કોઈ નથી કૃષ્ણ તોલે; ની.૧ શ્યામ શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, "
અનંત ઓચ્છવમાં પંથ ભૂલી; જડ અને ચેતન રસ કરી જાણવો, - પકડી પ્રેમે સજીવન મૂળી; ની.
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં,
| હેમની કોર ક્યાં નીસરે તોલે; સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે,
સોનાનાં પારણાંમાં હી ઝૂલે.
ની. ૩
બત્તીવિણ, તેલવિણ, સૂત્રવિણ જો વળી,
અચળ ઝળકે સદા અનળ દીવો; નેત્ર વિણ નીરખવો, રૂ૫ વિણ પરખવો,
વણ જિવાએ રસ સરસ પીવો. ની.૪
અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો,
અરધ ઉરધની માંહે હાલે; નરસૈંયાનો સ્વામી, સકળ વ્યાપી રહ્યો,
પ્રેમના તંતમાં સંત ઝાલે. ની.૫
*
*
*
(૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org