________________
(૮૮).
હાંરે મારે ધર્મણિંદશું લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓળગે રે લો; હાંરે મુને થાશે કોઈક સમયે પ્રભુ સુપ્રસન્ન જો, વાતલડી તવ થાશે મારી સવિ વગેરે લો ૧
હરે પ્રભુ દુર્જનનો ભંભેર્યો મારો નાથ જો, ઓળવશે નહિ ક્યારે કીધી ચાકરી રે લો; હાંરે મારા સ્વામી સરખો કુણ છે દુનિયામાંહિ જો, જઈએ રે જિમ તેહને ઘર આશા કરી રે લો, ૨
હાંરે જસ સેવા સેતી સ્વારથની નહિ સિદ્ધ જો, ઠાલી રે શી કરવી તેહથી ગોઠડી રે લો; હાંરે કાંઈ જૂઠું ખાય તે મીઠાઈને માટે જો, કાંઈ રે પરમારથ વિણ નહિ પ્રીતડી રે લો. ૩
હાંરે પ્રભુ, અંતરજામી જીવન પ્રાણધાર જો, વાયો રે નવિ જાણ્યો કળિયુગ વાયરો રે લો; હાંરે પ્રભુ, લાયક નાયક ભક્ત-વચ્છલ ભગવંત જો, વારુ રે ગુણ કેરા સાહિબ સારુ રે લો, ૪
હાંરે પ્રભુ લાગી મુજને તારી માયા જોર જો, અળગા રે રહેવાથી હોય ઓસાંગળો રે લો; હાંરે કુણ જાણે અંતરગતિની વિણ મહારાજજો, હેજે રે હસી બોલો ઝંડી આમળો રે લો ૫ /
(૫૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org