________________
(૮૭) ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત જિનેસર; બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત જિ, ધ, ૧
ધરમ ધરમ કરતો જગસહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ જિ. ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ જિ. ધ. ૨ પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન જિ. હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિ, ધ, ૩
દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ જિ. પ્રેમ પ્રતીત વિચારો ટૂકડી, ગુરુગમ લેજો રે જોડ જિ, ધ૪
એક પંખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુએ સંધિ જિ. હું રાગી હું મોહે ફદિયો, તું નીરાગી નિરબંધ જિ. ધ ૫ પરમનિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય જિ. જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પલાય જિ. ધ ૬
નિર્મલ ગુણ મણિરોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ જિ. ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માતાપિતા કુળ વંશ જિ. ધ. ૭
મન મધુકર વર કરજોડી કહે, પદકજ નિકટ નિવાસ જિ. ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ જિ0. ધ૮
*
*
*
(૫૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org