________________
(૮૬)
દુઃખ દોહગ દૂર ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ, લિંગ ધણી માથે ક્રિયા રે, કુણ ગંજે નર ખેટ, વિમલ જિન, દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત
ચરણ-કમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; સમલ અસ્થિર પદ પરિહરે રે, પંકજ પામર પેખ. વિ ૨
મુજ મન તુજ પદપંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદરધરા રે, ઇંદ ચંદનાગિંદ. વિ ૩
કાજ. વિ ૧
સાહિબ ! સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર; મન-વિશરામી વાલહો રે, આતમચો આધાર. વિ ૪
દરિશણ દીઠે જિનતણું રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પસરતાં રે, અંધકાર પ્રતિષેધ. વિ. ૫
અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપ્તિ ન હોય. વિ૬
એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીએ રે, આનંદઘન પદ સેવ. વિ. ૭
Jain Education International
૫૭
For Personal & Private Use Only
www.jainelibrary.org