________________
હાંરે તારે મુખને મટકે અટક્યું મારું મન જો, આંખલડી અણિયાળી કામણગારડી રે લો; હાંરે મારાં નયણાં લંપટ જોવે ખિણ ખિણ તુજ જો, રાતે રે પ્રભુરૂપે ન રહે વારિયા રે લો૬,
હાંરે પ્રભુ અળગા તોપણ જાણજો કરીને હજૂર જો, ' તાહરી રે બલિહારી હું જાઉં વારણે રે લો; હાંરે કવિ રૂપવિબુધનો મોહન કરે અરદાસ જો, ગિરુઆથી મન આણી ઊલટ અતિ ઘણો રે લો, ૭
*
*
*
(૮૯)
ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે. ગિ, ૧ તુમ ગુણગણ ગંગાજલે, હું ઝીલીને નિર્મળ થાઉં રે; અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉં રે. ગિ, ર ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જળ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોડીઆ, તે બાવળ જઈ નવિ બેસે રે. ગિ, ૩ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાયા ને વળી માગ્યા રે; તે કેમ પરસુર આદરું, જે પરનારી વશ રાચ્યા રે. ગિ ૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે, તું જીવ-જીવન આધારો રે. ગિ, ૫
*
*
*
૬O
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org