________________
(૭૯)
અભિનંદન જિન ! દરિશણ તરસીએ, દિરશણ દુર્લભ દેવ; મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અ ૧ સામાન્ય કરી દરિશણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધો કિમ કરે, રવિશશીરૂપ વિલેખ. અ ૨ હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમકો નહીં, એ સબલો વિષવાદ અ ૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરશણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કોઈ ન સાથ. અ ૪ રિશણ રિશણ રટતો જો ફરું, તો રણરોઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. અ તરસ ન આવે હો મરણજીવનતણો, સીઝે જો દરશણકાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અ૬
૫
***
(૮૦)
મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો રે, કેમ કરી દીધો રે જાય; તલપદ પૂંજી મેં આપી સઘલીરે, તોહે વ્યાજ પૂરું નવિ થાય. વ્યાપાર ભાગો જલવટે રે, ધીરે નહીં નીસાની માય; વ્યાજ છોડાવી કોઈ ખંદા પરવઠે રે, તો મૂલ આપું સમ ખાય...ર હાટડું હાંડુ રૂડા માણકચોકમાં રે, સાજનીયાંનું મનડું મનાય; આનંદઘન પ્રભુશેઠ શિરોમણિ રે, બાંહડી ઝાલજો રે આય.
* **
Jain Education International
૫૩
For Personal & Private Use Only
..૧
..3
www.jainelibrary.org