________________
(૪૬) વીતરાગી ! તારી માયા લાગી રે, તારી માયા લાગી.
કોણ તમે છો? ક્યાંથી આવ્યા? જાગો ! આતમ ઉદાસી; નથી તમારો આ દેશ તમે છો, અલખલોકના વાસી; સુષુપ્ત ચેતનને જાગૃત કરતી, તારી બંસરી વાગી રે તારી, ૧
આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે; સહજાન્મસ્વરૂપ પરમગુરુ, એનું ધરું એક ધ્યાન રે; મંત્રનું અમૃત પીતાં પીતાં, મનની ભ્રાંતિ ભાંગી રે. તારી, ૨ હૈયું મારું તે હરી લીધું, સાચી પ્રીત બતાવી;
જીવન વિરહાશ્રુથી ભરી દે, સ્વામી ! કરુણા લાવી; દર્શન જ્યોતિ જલાવે એવી, ભક્તિની ઝંખના જાગી રે તારી. ૩
ધન્ય ભાગ્ય જેના પ્રાણમાં તારા, વિરહની જ્વાળા જાગે; નિર્મોહી તારી પ્રીતમાં ઝૂરતાં, સહજ સમાધિ લાગે; સાંપડ્યું તત્ત્વનું જેને, તુજશું તાળી લાગી રે તારી, ૪
દૃષ્ટિ કરે જ્યાં ત્યાં તને નીરખું, લયલીન થાઉં તુજમાં; બાહ્ય સૃષ્ટિને વિસરી જાઉં, સહેજે સમાઉં તુજમાં; રાજેશ્વર તારાં ચરણકમળની ઉમદા બની અનુરાગી રે તારી. ૫
*
*
(૩૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org