________________
(૨૫) જાઓ જાઓ મેઘરાજા રાયચંદાને ધામ, જઈને કહેજો કે માધવીએ મોકલ્યા પ્રણામ. જાઓ, મુખડું જોવાને ઝંખે છે પ્રાણ મળવા આવોને ચતુર સુજાણ; વિનતી કરી કરી થાકી રીઝે નહીં મારો રામ. જાઓ, ૧ જીવનદોરી પળે પળે ઘટતી જાય, તમને મળવાની આશા વધતી જાય; દીધું વચન સંભારી આવો મન વિશરામ. જાઓ, ૨ કોઈ કહેતું કે ધીરજ ધારી રાખ, દરશન કરવા અધીરી થઈ છે આંખ; તારી ઘેલછામાં રંગી દીધું જીવન તમામ. જાઓ૩ અલખવાસી ! તારા ઘોડલા પલાણ, તારે પગલે બિછાવી દઉં પ્રાણ; આતમ અરપણ કરી દઉં હૃદયાભિરામ. જાઓ, ૪ મુખડું જોઈને શીતળ થાશે આંખ, જ્યોતિ થાશે રોમે રોમે લાખ લાખ; સુરતા તુજમાં સમાશે પરને કરી રામ રામ. જાઓ ૫
*
*
*
મન લાગો મેરો યાર ફકીરીમેં. જો સુખ પાવો રામભજનમેં, સો સુખ નાહીં અમીરીમે ભલા બુરા સબકા સુનિ લીજે, કર ગુજરાન ગરીબીમે. મન, ૧ પ્રેમનગરમે રહની હમારી, ભલિ બની આઈ સબૂરીમે; હાથમેં કૂંડી, બગલમે સોટા ચાર દિસિ જાગીરીમેં. મન, ૨ આખિર યહ તન ખાક મિલેગા, કહા ફિરત મગરૂરીમેં; કહત કબીર સુનો ભાઈ સાધો, સાહિબ મિલે સબૂરીમે. મન. ૩
* * *
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org