________________
(૨૪)
ગુરુ ઘેર આવ્યા તે દિવાળી, રહું રે મારા નાથને નિત્ય નિહાળી. ગુરુ
શ્રી સહજાત્મ સ્વરૂપ ધ્યાવું, શુદ્ધ ચૈતન્ય સ્વામીના ગુણ ગાઉ; શ્રીમદ સદ્ગુરુ પદ શિર નામું ગુરુ ૧
સખી રે આજ આનંદની હેલી, વ્હાલાને વધાવું હું વહેલી પહેલી; ફિરું ? હું તો ઘરમાં ઘેલી ઘેલી, ગુરુ ર પ્રભુજીએ પ્રીત પૂરવની પાળી, હેતે ઘેર આવ્યા હાલી ચાલી; લાગી રે મને ગુરુપદશું તાળી.
ગુરુ ૩ પ્રીતલડીના બાંધ્યા પ્રભુજી આવ્યા, સુખડાં મારાં સ્વરૂપ તણાં લાવ્યા; મહાપ્રભુ મારાં મનડામાં ભાવ્યાં. ગુર કૃપાળુની કીકી કામણગારી, તેમાં સખી સુરતા સમાઈ મારી; લીધું રે મેં તો નિજ પદ સંભારી. ગુરુ પ વ્હાલાજીનાં વ્હાલાં લાગે વેણાં, સ્વરૂપ જોઈ ઠરે મારાં નેણાં; ભાગ્યાં ર મારાં ભવભવનાં મેણાં. ગુરુ યોગેશ્વરના યોગબળે ચાલી, વિજાતિ વૃત્તિ સર્વ વાળી; સ્વજાતિની પ્રવહે પ્રણાલી. ગુરુ
પરમગુરુ પોતામાં ભાળ્યા;
દીવલડા તો દિલમાં અજવાળ્યા, ગયા દિન દાસ તણાં વાળ્યા. ગુર ८
પ્રભુપદ પ્રીતિ પ્રતીતિ વાધી, આત્માર્થે આજ્ઞા આરાધી;
સમ્યક્
રત્નત્રયની
એકતા સાધી. ગુરુ
Jain Education International
"
***
૧૬
For Personal & Private Use Only
૬
૯
www.jainelibrary.org