________________
(૨૭)
જીવનની આ પળ અણમોલ, તારા અંતરપટને ખોલ; એક વાર તો પ્રેમથી બોલ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ; શાસ્ત્રો કહે છે વગાડી ઢોલ, મરતાં પહેલાં બાંધી છોડ એક વાર ..૧ ઈશ્વર કેરી આ માયાને, તું પોતાની માને છે, તારા દિલમાં જામેલી એ, ભ્રાંતિ તુજને બાંધે છે; ભલે કમાઈ લે લાખ કરોડ, ખોટી તારી દોડાદોડ, એક વાર ...૨ ઘર મારાથી ના છૂટે, એ ખોટું તારું બહાનું છે, બાપદાદા જ્યાં વસી ગયા, એ એક મુસાફરખાનું છે; રાગ-દ્વેષના બંધન છોડ, પુણ્ય તણું ભાતું (નાતું) તું જોડ, એક વાર ..૩ ભૂલ થયેલી સુધારી લે, એ જ ખરો માનવ છે, હારી બાજી જીતી લે, એમાં તારું ડહાપણ છે; આપી આવ્યો પ્રભુને કોલ, ભક્તિરસમાં હૈયું ઝબોળ; એક વાર ..૪ સત્સંગના સંગીત મહીં, તું હરિનાં ગુણલા ગાતો જા, અવસર આવ્યો ફરી ન આવે,સાચો માનવ બનતો (વાતો)જા, એકવાર.૫
* * *
(૨૮)
સત્સંગનો રસ ચાખ, પ્રાણી તું સત્સંગનો રસ ચાખ. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ. પ્રાણી ૧ આ રે કાયાનો ગર્વ ન કીજે, અંતે થવાની છે ખાખ. પ્રાણી. ૨ હસ્તી ને ઘોડા, માલ ખજાના, કોઈ ન આવે સાથ. પ્રાણી, ૩ સત્સંગથી બે ઘડીમાં મુક્તિ, વેદ પૂરે છે સાખ. પ્રાણી, ૪ બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરિચરણે ચિત્ત રાખ. પ્રાણી ૫
૧૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org