________________
(૧૨)
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા'લી ના જાણી રામ. ઊંચી, ૧ અમને તે તેડાં શીદ મોકલ્યાં, હે મારો પીંડ છે કાચો રામ; મોંઘા તે મૂલની મારી ચૂંદડી, મેં તો મા'લી ન જાણી રામ. ઊંચી, ૨ અડધાં પહેર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ; ચારે છેડે ચારે જણા,ડોલી ડગમગ ચાલી રામ. ઊંચી ૩
નથી તરાપો નથી તુંબડાં, નથી ઊતર્યાનો આરો રામ; નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ. ઊંચી,
*
(૧૩)
કાયાનો ઘડનારો ઘટમાંય, હરિવર કોઈથી જાણ્યો નવ જાય.
તીખું ને તૂરું જાણનારું, એક ચામડું મુખમાંયજી; હોઠ છેટા હોય તોય, એક શબ્દ ના બોલાયજી. કાયા. ૧
તરસ લાગે તરફડે, ને કોણ ભૂખ્યું થાયજી; શ્વાસ લ્યો નહીં એક પળ તો, ભીતર કોણ મૂંઝાયજી, કાયા ૨
કાનમાં કહો કોણ બેઠું, શબ્દ સાંભળી જાયજી; ગાનારાને જ્ઞાન ન મળે, કોણ ગળામાં ગાયજી. કાયા ૩ શ્વાસ રહે છે ચાલતો, કહો કોણ ઊંઘી જાયજી; આંખ નીરખે બ્રહ્માંડ આખું, જોનારો જોયો નવ જાયજી. કાયા ક્યાંથી આવ્યો ક્યાં વસ્યો, પાછો ક્યાં ઊડીને સંતાયજી; કાગ છેવટ સરવાળામાં, એ મુનિજન મૂંઝાયજી, કાયા ૫
*
Jain Education International
કાયા.
૭
For Personal & Private Use Only
www.jainelibrary.org