________________
(૧૧) આ રે અવસરની હું તો જાઉં રે બલિહારી. અચળ અનાદિ ઘરનું મહાસુખ પામી, મારી વેળા વળી છે, જાઉં રે, બલિહારી. આરે, ૧ પૂરણ વર પામી નામે નેહ બંધાણો, જયાં રે જોઉં ત્યાં પોતે, પૂર્ણાનંદ સ્વામી. મારી, ૨ પ્રીતમ પ્રીતે હું તો થઈ રે પનોતી, પૂર્વનું સગપણ મેં તો, શોધીને લીધું. મારી, ૩ હવે ના મેલું હરિનો હાથ સાહેલી, દુર્મતિ ટાળી દિલમાં, દર્શન દીધાં. મારી, ૪ હરિવરને જોઈ મારું હૈડું છે ઠર્યું, વસ્તુ વિચારી વાલમ, વાલેરો લાગે. મારી, ૫ અસત્ હેવાતણ મારી નજરે ન આવે, મનડું મોહ્યું છે મારું, સના સોહાગે. મારી, ૬ નિર્મળ થઈ છું હું તો નામ વસીને, ઠીક ઠરી છું ત્યાંથી, સુરતા નવ હાલે. મારી. ૭ મુક્ત મહેલમાં હું તો વાસો વસી છું, ભવનો ભય ભાગ્યો, જમનું જોર નવ ચાલે. મારી. ૮ અવિનાશી વરની હું તો થઈ પટરાણી, શૂન્ય શિખરની સે'જે, મહાસુખ પામી. મારી ૯ દયાળદાસે ગાયો સુરતાનો વિવાહ, અનુભવી હોય તે લેજો, અનુભવથી જાણી. મારી, ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org