________________
(૧૪) જતી હતી હું વાટમાં, સદ્ગુરુ મળ્યા સાથમાં; શુદ્ધ ચારિત્ર જોઈ હું તો, થંભી ગઈ થંભી ગઈ. જતી. ૧ નીચી નજરે ચાલતાં, પહેલું મહાવ્રત પાળતાં; ઈર્ષા સમિતિ જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી, ૨ અમૃત વચનો બોલતાં, શાંત રસમાં ઝૂલતાં; ' પ્રેમમૂર્તિ જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી, ૩ પંચ મહાવ્રત પાળતાં, અંતરને અજવાળતાં; શુદ્ધ જીવન જોઈને, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી. ૪ સંસારી સંગ છોડતાં, સ્વરૂપમાં મન જોડતાં; નિઃસંગ ભાવ જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી. ૫ દેહભાવને ભૂલતાં, આત્મભાવમાં ડોલતાં; એવા પ્રતાપી જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી. ૬ શુદ્ધ ચારિત્ર પાળતાં, આત્મ ભાવના ભાવતાં; એવા મુનિશ્રીને જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી. ૭ પાંચ સમિતિ પાળતાં, ત્રણ ગુપ્તિ ધારતાં; શુદ્ધ સંયમ જોઈ, હું તો થંભી ગઈ થંભી ગઈ. જતી, ૮ અંતર સંયમ પાળતાં, મહાવીર પંથે ચાલતાં; રાજચંદ્ર પ્રભુ જોઈ, હું તો જાગી ગઈ જાગી ગઈ. જતી. ૯ વંદના સ્વીકારજો, રાજચંદ્ર પ્રભુજી તારજો; તારક પ્રભુને જોઈ, હું શરણે ગઈ શરણે ગઈ. જતી, ૧૦
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org