________________
બધા જ પ્રકારના રોગો તથા તંદુરસ્તી સારી રાખવાની ઉત્તમ દવા આધ્યાત્મિક વિચારોને જ મહત્ત્વ આપવું અને નિયમિત ધ્યાન કરવું એ છે. બીજી સસ્તી દવા એ છે કે પોતાની જાતને હંમેશાં આનંદિત અને ઉત્સાહિત રાખવી. દરરોજ આધ્યાત્મિક પુસ્તકનું વાંચન એક અથવા બે કલાક માટે તેના અર્થ ભાવ સાથે કરો, કે જે તમને જગતના વિચારોથી દૂર રાખશે.
સાત્વિક ભાવોથી મનને ભરી દો અને આશ્ચર્ય પમાડે તેવી તંદુરસ્તી તથા શાંતિનો અનુભવ કરો. મનને આધ્યાત્મિક માર્ગમાં જવા દો, દિવ્ય ભાવોમાં જવા દો તો તમારું મન શાંત થઈ જશે. તમે ઉચ્ચ પ્રકારની માનસિક શાંતિનો અનુભવ કરી શકશો.
શાંત એકાંત જગ્યામાં બેસો અને તમારા વિચારોને ચોક્કસતાથી જોયા કરો. થોડા સમય માટે કુદકા મારતા વાંદરા જેવા મનને ફાવે તેમ કરવા દો. થોડા સમય બાદ તે રખડપટ્ટી ઓછી કરશે. તે શાંત થઈ જશે. આંતરિક રીતે ચાલતા વિચારોના સાક્ષી બનો. તમારા મનમાં ચાલતા માનસિક રંગપટના જોનારા બની જાઓ. ઉદાસીન ભાવને ધારણ કરો. (તો) બધા જ વિચારો એક પછી એક નાશ પામી જશે.
પ્રથમ વાસના-ઈચ્છાનો નાશ કરો. વાસના-ઈચ્છાનો નાશ કર્યા વિના માનસિક શાંતિ અથવા મનનો ક્ષય શક્ય નહીં થાય. યોગની સાધના દ્વારા તમે બધી જ મુશ્કેલીઓ ઉપર કાબુ મેળવી શકશો અને બધી જ નબળાઈનો નાશ કરી શકશો. યોગની સાધના દ્વારા દર્શને આનંદમાં, મૃત્યુને અમરતામાં, દિલગીરીને સંપૂર્ણ તંદુરસ્તીમાં ફેરવી શકશો.
,
.
:
::
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org