________________
(અ) સંકલ્પોથી મુક્તિ તે મોક્ષ (બ) હું, (અહંકાર), વાસનાઓથી છૂટકારો થાય ત્યારે (ક) પોતાના આત્મા પર ધ્યાન કરો અને જીવન મુક્ત બનો ત્યારે.
હકીકતમાં આખું જગત-વિશ્વ, માણસના મન વડે બન્યું છે તેમ ચોક્કસ જોશો તો જણાશે - “મનો માત્રમ્ જગત”. મનને શુદ્ધ કરવું અને કાબુમાં રાખવું એ બધી જ સાધનાનું (યોગનું) મુખ્ય ધ્યેય છે.
(૪) મનથી ચાલતા વિષ ચક્રના મૂળમાં જ સાધના ઘા કરે છે. અસરકારક રીતે મનની કાર્ય કરવાની શક્તિને રોકીને યોગ-મૂળ મનની કાર્ય કરવાની શક્તિ છે તેને જુએ છે, કાબુમાં લે છે અને તેને બાહ્યમાં જતું રોકે છે, તે છે મનના વિચારો. મને પોતાના સંલ્પ અથવા વિચારો પ્રમાણે જગતનું સર્જન કરે છે.
(પ) તેના મૂળિયાં - શાખાઓ, પાંદડાઓ અને રૂપ સાથેનું આ સંસાર રૂપી ઝાડ છે. એ મન દ્વારા ઊભુ કરવામાં આવેલું છે. જેનું મુખ્ય કારણ મન પોતે જ છે. જો તમે વિચારોનો નાશ કરી શકો તો ત્વરાથી આ સંસાર રૂપી ઝાડનો નાશ કરી શકો. તમે જો બધા જ પ્રકારના વિચારોને તમારામાંથી બહાર કાઢી નાખી શકો તો તમે ઉલ્લાસના સાગરમાં સ્નાન કરશો. એટલે કે સ્વની અનુભૂતિ કરી શકશો. આ સ્થિતિનું વર્ણન થઈ શકતું નથી. તેને તમારી જાતે તમારે અનુભવવું જ પડશે. બધા જ પ્રકારના સંકલ્પ અથવા વિચારોનો નાશ થયે, મન તેના મૂળ સ્તોત્ર આત્મામાં સમાઈ જશે. ત્યારે તમે કૈવલ્ય દશાને પામશો કે જે સમયથી પર એવી વાસ્તવિકતાને મેળવશો. નિરપેક્ષ સ્વતંત્રતાની સ્થિતિ પ્રાપ્ત કરશો. (જીવન મુક્ત થશો.).
(૬) દરેક જન્મમાં નવું ઔદારિક શરીર બને છે તેમ નવું મન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org