________________
આ સ્થાન ખાલી કરીએ ? અમે અમારા આ જન્મસિદ્ધ હક માટે છેવટ સુધી લડી લઈશું.”
જયારે તમે ધ્યાન માટે બેસશો ત્યારે તેઓ તમારા ઉપર ખૂબ જ જોરદાર જુસ્સાથી હુમલો કરશે, બધા જ પ્રકારના ખરાબ વિચારો તમારા મનમાં ઊગી નીકળશે. જેવા તમે તેને દબાવવા પ્રયત્ન કરશો તેઓ તમારા ઉપર હિંમત તથા બમણા જોરથી હુમલો કરશે. પણ હંમેશાં સારી વાત ખરાબ વાતને દૂર કરીને જ રહે છે. જેમકે સૂર્યની સામે અંધારૂં ટકી શકતું નથી, ચિત્તો જેમ સિંહ સામે ઊભો રહી શકતો નથી, તેમજ આ અંધાર ભર્યા ખોટા વિચારો – જે અદશ્ય ઘૂસણઘોર શાંતિના દુશ્મનો છે, તે દિવ્ય વિચારો સામે ટકી શકતા નથી. તેઓએ તેમની જાતે જ નાશ પામવું પડશે. જયારે તમો નકામા વિચારોને તાબે થાવ છો ત્યારે તમે તમારા આત્માથી દૂર છો. ફક્ત ઉપયોગી અને મદદ કર્તા વિચારોને અંદર રહેવા દો. નકામા વિચારો છે તે આધ્યાત્મિક પ્રગતિમાં રૂકાવટ કરનારા પત્થરો છે. જગતના વિચારો તમારી નવી વિચારધારાના સંસ્કારો ઊભા કરવામાં મુશ્કેલી ઉભી કરશે. તેઓ તમને મુશ્કેલીમાં મૂકશે કે જ્યારે તમે ધ્યાનની પ્રેકટીસ અને આધ્યાત્મિક જીવન માટે પુરૂષાર્થ કરતા હશો. પણ જો તમે આત્મિક વિચારોની વૃદ્ધિમાં નિયમિત હશો અને ધ્યાન પણ નિયમિત કરશો તો આ સાંસારિક વિચારો ધીમે ધીમે પોતાની જાતે નાશ પામશે.
ધ્યાન એ આવા વિચારોને બાળવા માટે અગ્નિ સમાન છે. સાંસારિક વિચારોને બહાર કાઢી નાખવાનો પ્રયત્ન ન કરો, પણ તેની સામે શુભ કે શુદ્ધ વિચારો મૂકો. ધ્યાનના વિષય માટેના વિચારો મૂકો. સાચી દિશાના ઉમદા વિચારોને મૂકો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org