________________
''
.
જણાય છે તો શાંત ચિત્તે બેસો અને હતાશાનું કારણ શું છે તે શોધી કાઢો અને તે કારણને દૂર કરવા પ્રયત્ન કરો.
નુકસાનકર્તા લાગણીઓને દૂર કરવા માટે હકારાત્મક લાગણીઓ તમારામાં લાવો, જે એક સહેલો રસ્તો છે. બહુ જ થોડા સમયમાં નકામી લાગણીઓનું પૂર નાશ પામી જશે.
આમ કરતાં જો તમે સફળ ન થાઓ તો પણ આ ચાલુ રાખો, તમે થોડા સમયમાં જ થોડી બેઠકો અને પ્રેકટીસથી સફળતાને વરશો – મેળવશો.
જો હૃદય કઠોરતા ધારણ કરે તો, દયાળુપણાનો વિચાર કરો, જો મલિનતા – અપ્રમાણિકતાનો વિચાર આવે તો સાલસતાના ફાયદાનો વિચાર કરો. જો કૃપણતાના ભાવો ઉઠે તો ઉદારતાપણાનો તથા ઉદાર વ્યક્તિનો વિચાર કરો.
જો મોહ ઊભો થાય તો આત્માના વિચારો કરો. જે અભિમાન ઊભું થાય તો નમ્રતાનો વિચાર કરો, જો દંભતાનો વિચાર આવે તો સરળતાનો અને તેના અગણિત - કિંમતી ફાયદાઓનો વિચાર કરો. જો ઈર્ષા આવે તો, ઉમદા ભાવનો વિચાર કરો, જે ભીરુતા આવે તો, હિંમતનો વિચાર કરો.
બહુ જ ઓછું બોલો અને જરૂરી વસ્તુ ઉપર જ બોલો. શરૂઆતમાં વિચારોને કાબુમાં લેવામાં ઘણી મુશ્કેલીઓ જણાશે. તમારે તેની સાથે યુદ્ધ કરવું જ પડશે. તે તેમની શક્તિથી તમારી સામે તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝુમશે. તેઓ કહેશે કે “અમને આ મનરૂપી મહેલમાં રહેવાનો બધા જ પ્રકારનો હક છે. અમારી પાસે આ જગ્યામાં રહેવાનો ઘણા વખતથી એક હથ્થુ ઈજારો પ્રાપ્ત થયેલો છે. તો પછી અમે શા માટે
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org