________________
અર્થ: હે પ્રભુજી ! જેમ ભમરો કમળફૂલની સુગંધમાં લીન થાય શું છે તેમ મારું મન તમારા ચરણરૂપી કમળમાં, તમારા ગુણ જોઈને લીન થયું છે. ઇંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર તેમજ સુવર્ણાચલ ભૂમિ એટલે કે મેરૂ પર્વત પણ આ સુખ પાસે મને તુચ્છ લાગે છે.
સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર; મન વિશરામી વાલો રે, આતમચો આધાર. ૪
અર્થ : હે વહાલા પ્રભુ ! તું સમર્થ ધણી છે. આવો પરમ ઉદાર ( સાહેબો મને મળ્યો તેથી મને તો એમ થઈ ગયું કે મારા મનને વિશ્રાંતિ પમાડે તેવા અને આત્માના આધાર એવા ભગવાન મને મળ્યા.
દરિસણ દીટે જિનતણું રે, સંશય ન રહે વેધ;
દિનકર કરભર પસતા રે, અંધકાર પ્રતિષેધ. ૫ 3 અર્થ : હે ભગવાન ! સૂર્યનું એક પણ કિરણ પ્રસરે કે તરત જ
અંધકાર નાશ પામે છે. એમ આપનું દર્શન થતાં જ મારા મનની હું બધી જ શંકાઓ નાશ પામી ગએલ છે.
અમીયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. ૭
અર્થ : હે પરમાત્મા ! આપની મૂર્તિ, આપની મુદ્રા એવી છે ; અમૃતરસથી ભરેલી છે કે એને કોઈ પણ ઉપમા આપી શકાય તેમ
નથી. શાંત અમૃતરસમાં સ્નાન કરતી એવી તે મૂર્તિનાં દર્શન કરતાં તૃપ્તિ જ થતી નથી.
એક અરજ સેવકતણી રે, અવધારો જિન દેવ; કૃપા કરી મુજ દીજિએ રે, આનંદઘન પદ સેવ. ૭ અર્થ : હે ભગવાન ! આ સેવકની એક અરજ છે તે આપ ધ્યાનમાં શું
ર૪
વિર-રાજપથદર્શિની - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org