________________
અમચા દોષ હજાર, તિકે મત ભાળ જો હો લાલ, - તિકે. તમે છો ચતુર સુજાણ, પ્રીતમ ગુણ પાળજો હો લાલ, પ્રીતમ. મલ્લિનાથ મહારાજ, મ રાખો આંતરો હો લાલ, - મ. ઘો દરિશણ દિલધાર મિટે જયું ખાંતરો હો લાલ - મિટે. ૫
હે ભગવાન ! અમારા હજારો દોષો છે તેના તરફ તમે દૃષ્ટિ રાખતા નહીં. આપ તો ચતુર અને બધી વાતના જાણકાર છો. તેથી હે પ્રભુ ! સેવકના ભક્તિગુણ તરફ નજર કરીને કૃપા કરજો. હે મલ્લિનાથજી ! આ બાબતમાં તમો મારાથી કાંઈ અંતર રાખશો નહીં અને મને આપના હૃદયમાં સ્થાન આપી મને દર્શન આો. જેથી મને શાંતિની પ્રાપ્તિ થાય. જો આપ આમ કરશો તો આપના અને મારા વચ્ચે દિલનું અંતર છે તે મટી જશે.
-
મન મંદિર મહારાજ, વિરાજો દિલ મળી હો લાલ, વિરાજે. ચંદ્રાતપ જિમ કમળ, હૃદય વિકસે કળી હો લાલ – હૃદય. રૂપ વિબુધ સુપસાય, કરો અમ રંગ રળી હો લાલ, – કરો. કહે મોહન કવિરાય સકળ આશા ફળી હો લાલ. – સકળ. ૭
-
હે પ્રભુ ! મારા મનમંદિરમાં આપ દીલ મેળવીને વીરાજો તો ચાંદનીથી જેમ કમળ ખીલે છે તેમ મારું હૃદય કમળની કળા આપના વિરાજવાથી વિકસ્વર થાય. પંડિત રૂપવિજયજીના શિષ્ય શ્રી મોહનવિજયજી કહે છે કે પ્રભુ મારા હૃદયના રંગની સાથે સુપસાય કરો તો મારી સકલ આશા ફળીભૂત થાય.
૧૬
૨૦. શ્રી મુનિસુવ્રત્ત સ્વામિ સ્તવન
હો પ્રભુ મુજ પ્યારા ન્યારા થયા કેઈ રીત જો, ઓળગુઆને આલાલંબન તાહરો રે લોલ; હો પ્રભુ મુજ પ્યારા ભક્ત વત્સલ ભગવંત જો, આય વસો મનમંદિર સાહિબ માહરે રે લોલ... ૧
Jain Education International
વીર-રાજપથદર્શની - ૨
For Personal & Private Use Only
www.jainelibrary.org