________________
ઓળગ એ અનુભવની હો મુજ મનની વાર્તા સાંભળી,
કાંઈ કીજે આજે નિવાજ; રૂપ વિબુધનો મોહન, હો મનમોહન, સાંભળ વિનંતિ,
કાંઈ દીજે શિવપુર રાજ. આર. ૮. અનુભવના વિચારથી ભરેલી મારી વિનંતી સાંભળીને, મારા મનની િવાત સાંભળીને આપ મને નિવાજજો, એટલે કે સંતોષ આપજો.
રૂપવિજય પંડિતના શિષ્ય શ્રી મોહનવિજય કહે છે કે હે મનના શું મોહન એવા અરનાથ પ્રભુ ! મારી વિનંતિ સાંભળીને મને મોક્ષનું રાજ પ્રાપ્ત થાય તેમ કરો.
૧૯. શ્રી મલ્લિનાથ સ્તવન સુગુરુ સુણી ઉપદેશ ધ્યાયો દિલમાં ધરી હો લાલ - ધ્યાયો. કિીધી ભક્તિ અનંત ચવી થવી ચાતરી હો લાલ - ચવી. સેવ્યો રે વિશ્વાવીશ ઉલટ ધરી ઉલ્લસ્યો હો લાલ - ઉલટ. દીઠો નવિ દિદાર કાન કિણહી લગ્યો હો લાલ - કાન. ૧ સુગુરુનો ઉપદેશ સાંભળીને ધ્યેયરૂપ એવા પ્રભુનું ધ્યાન કરનાર બાતા થયો તેમજ ત્રણ જગતમાં યશસ્વી પ્રસિદ્ધતાને પામેલી એવી છું આપની ભક્તિ કરી, વળી મન, વચન અને કાયાથી ઉલ્લાસમાન
થઈને પ્રભુને સેવ્યા તો પણ પ્રભુના દર્શન મને થયા નહીં. તેમજ મારા તરફ હસ્યા પણ નહીં.
પરમેશ્વર શું પ્રીત, કહો કીજીએ હો લાલ. કહો. નિમિષ ન મેલે મીટ દોષ કોણ દીજીએ હો લાલ - દોષ. કોણ કરે તકસીર, સેવામાં સાહિબા હો લાલ, - સેવામા. કીજે ન છોકરવાદ, ભગત ભરમાવવા હો લાલ. - ભગત. ૨
૨૪
વીર-રાજપથદર્શિની - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org