________________
તું જો જળ તો હું કમળ, કમળ તો હું વાસના લલના, વાસના તો હું ભ્રમર, ન મૂકું આસના લલના, તું છોડે પણ હું કેમ છોડું તુજ ભણી લલના
લોકોત્તર કોઈ પ્રીત આવી તુજથી બની લલના.૪
હે પ્રભુ! જો આપ જળ છો તો હું તેમાંનું એક કમળ છું. જો આપ શું કમળ બનો તો તેમાં રહેલી સુગંધ (વાસના) રૂપ હું બનું. જો આપ
કમળની સુગંધ બનો તો તેને સુંઘનાર ભમરો બનીશ પણ આપની હું આશા નહીં મૂકું. કદાચ આપ મને છોડી દેશો તો પણ આપને હું
છોડીશ નહીં કારણ કે મારી આપ પરની પ્રીતિ લોકોત્તર રહેનારી છે. સમ્યક્ પ્રશસ્ત પ્રીત બની છે તેથી આપે મારી વિનંતી સ્વીકારીને આપની પાસે શરણમાં રાખી મને આપના જેવો બનાવવો પડશે.
પુરથી શાને સમકિત દઈને ભોળવ્યો લલના, હવે કેમ જાઉં ખોટે દિલાસે ઓળવ્યો લલના, જાણી ખાસો દાસ વિમાસો છો કિસ્યો લલના,
અમે પણ ખિજમત માંહી કે ખોટા કિમ થશું લલના...૫ હે પ્રભુ ! પ્રથમ મને સમકિતની પ્રાપ્તિ કરાવીને ભોળવ્યો અને હવે મને ખોટા દિલાસા આપીને છોડી દો તો તે કેમ ચાલે ? પણ છે આપના ખોટા દિલાસાથી કાંઈ હું આપને છોડી દેવાનો નથી. વળી શું આપને બધી રીતે અનુકૂળ થઈને વર્તી રહ્યો છું તો આપ મૂળ વસ્તુની પ્રાપ્તિ કરાવવા માટે શા માટે લાંબો વિચાર કરી રહ્યા છો. હવે અમે છે આપની સેવા ભક્તિ કરવામાં કોઈ રીતે ખોટા થઈશું નહીં.
બીજી ખોટી વાતે અમે રાચું નહીં લલના, મેં તુજ આગળ માહરી મન વાળી કહી લલના, પૂરણ રાખો પ્રેમ વિમાસો શું તમે લલના, અવસર લોહી એકાંત વિનવીએ છીએ અમે લલના. ૭
શ્રી મોહનવિજયજી કત ચોવીસી
૨૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org