SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ હે પ્રભુ ! જેને લોકોત્તર વાત પર પ્રીત હોય તેઓ બીજી લૌકિક 3 વાતોમાં કેવી રીતે રાચે ? ન જ રારો. વળી હે ભગવાન ! મારા મનને હું સ્થિર કરી મારે જે વાતો આપને કહેવી હતી તે કહી છે. માટે હવે તો આપ કૃપા કરો અને મારા પર પૂર્ણ પ્રેમ વરસાવો. તેમાં કેમ આપ લાંબો વિચાર કરી રહ્યા છો ? આ બધી વાતો આપની પાસે ઉચિત સમય દેખીને એકાંતમાં આપને વિનવી રહ્યો છું. અંતરજામી સ્વામી અચિરાનંદના લલના, શાંતિકરણ શ્રી શાંતિજી માનજો વંદના લલના, તુજ સ્તવનાથી તન-મન આનંદ ઉપન્યો લલના, કહે મોહન મનરંગ સુપંડિત રૂપનો લલના.... ૭ હે અંતરજામી ! ત્રણે લોકના સ્વામી તેમજ અચિરામાતાના પુત્ર, શાંતિના કરનારા એવા શાંતિનાથ જિનેશ્વર ! મારી વંદના સ્વીકારજો. 3 હે પ્રભુ ! આપની સ્તવના-ભક્તિ કરવાથી મારું તન અને મન આનંદથી $ભરપૂર થયા છે એટલે કે મારા મનમાં આનંદની લહેરો ઉછળે છે ૬ એમ પંડિત શ્રી રૂપવિજયજીના શિષ્ય શ્રી મોહનવિજયજી કહે છે. ૧૭. શ્રી કુંથુનાથ સ્તવન કુંથુંજિસંદ કરુણા કરો, જાણી પોતાનો દાસ સાહિબ મોરા; શું જાણી અળગા રહ્યા જાણ્યું કે આવશે પાસ સાહિબા મોરા.. અજબ રંગીલા પ્યારા, અકળ અલક્ષ્મી ન્યારા પરમ સનેહિ માહરી વિનંતી. ૧ હે કુંથુનાથ ભગવંત!મને આપનો દાસ ગણીને મારા પર કૃપાદૃષ્ટિ 5 કરો શું આપ જાણી જોઈને મારાથી અળગા-જુદા રહો છો ? આપ એમ જે સમજો છો કે ભક્ત આપની પાસે આવીને વળગશે ? સાહિબ મારા ! તું ૨૦૮ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy