________________
૬. શ્રી પદ્મપ્રભ સ્વામી પદ્મપ્રભજિનતુજ મુજ આંતરુંરે, કિમ ભાંજે ભગવંત?
કર્મવિપાકે હો કારણ જોઈને રે, કોઈ કહે મતિમંત. ૧ અર્થ : હે પદ્મપ્રભ સ્વામી ! તમે સિદ્ધાલયમાં બેઠા છો અને હું અહીં પૃથ્વી પર છું. તમે મુક્ત થયા છો અને હું રખડું છું તો આપણા $ બે વચ્ચેનું આ અંતર કેવી રીતે ભાંગે ? બુદ્ધિમાન જ્ઞાનીઓ કારણો તપાસીને કહે છે કે કર્મના વિપાકે ઉદયને સમભાવે વેદવાથી આ અંતર ભાંગે. - પયડ ઠિઇ અણુભાગ પ્રદેશથી રે, મૂલ ઉત્તર બહુ ભેદ;
ઘાતી અઘાતી હો બંધોદય ઉદીરણા રે, સત્તા કર્મ વિચ્છેદ. ૨
અર્થ: આ જે કર્યો છે, તે કર્મોની પ્રકૃતિ છે, સ્થિતિ છે, અનુભાગ શું છે, અને તે આત્મપ્રદેશથી લાગેલાં છે. એ કર્મોનાં મૂળ, ઉત્તર આદિ હું ઘણા ભેદ છે. વળી ઘાતકર્મ - જ્ઞાનાવરણય, દર્શનાવરણીય, મોહનીય
અને અંતરાય, અઘાતી કર્મ-નામ, ગોત્ર, વેદનીય, આયુષ્ય આ બંને પ્રકારનાં કર્મોના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા જે કર્મ હજુ ઉદયમાં નથી આવ્યાં તે – એવા જે ભેદ પડે છે એ બધાનો વિચ્છેદ થાય ત્યારે અંતર ભાંગે એમ જ્ઞાનીઓ કહે છે.
કનકાપલવતુ પડિ પુરુષ તણી રે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંજોગી જિહાં લગે આતમા રે, સંસારી કહેવાય. ૩
અર્થ : ખાણમાંના સોનાની સાથે જેમ ઉપલ એટલે અન્ય રજ, ધૂળ, જસતની કણીઓ હોય છે. તેમ આ પુરુષ એટલે કે આત્મા સાથે કર્મની પ્રકૃતિઓ અનાદિ સ્વભાવથી જોડાયેલી છે. જ્યાં સુધી આ આત્માને પરદ્રવ્ય વસ્તુ, દેહ, કર્મદળ આદિ સાથે સંયોગ છે ત્યાં સુધી જન્મ મરણ થાય છે. અને જીવ સંસારી કહેવાય છે.
૧૦
વીર-રાજપથદર્શિની - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org