SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ બરાબર ઘટે છે. હે સુજ્ઞાની સાહિબ, આપ દ્દષ્ટિપાત કરો તો એક વાત માનવા જેવી છે કે આપ પાંચ ચારિત્રમાંથી છેલ્લા યથાખ્યાત ચારિત્રના ધારણ કરનારા છો તેથી તે જ ભવમાં મુક્તિ જવાના છો પછી આપે શુકલ ધ્યાનરૂપી અશ્વની સવારી કેમ સ્વીકારી છે. કેમ આદરો છો ? આ અનુભવગમ્ય હોવાથી યથાર્થ સ્વરૂપ દર્શક છે. છો ત્યાગી શિવવાસ વસો છો, દૃઢરથસુત રથે કિમ બેસો છો ? સા. આંગી પ્રમુખ પરિગ્રહમાં પડશો,હરિહરાદિકને કિણવિધ નડશો ? ... સા. ૨ આપ ત્યાગી છો છતાં આપ શિવાવાસમાં જઇને વસ્યા છો. સુગ્રીવ રાજાના પુત્ર ત્યાગી થઇને આપ (શિલાંગ) ૨થમાં બેસો છો. વળી આપના ઉપર આંગી વિગેરે ચઢે છે તેથી તેનો પરિગ્રહ કરો છો તો પછી હરિહરાદિક દેવોનો વિરોધ કેવી રીતે કરશો ? વિરોધાભાસ દર્શાવી પ્રભુના ગુણોનું ગાન કરવાનો આશય છે. સંયમરૂપી રથમાં બેસે છે, કર્મ સંપૂર્ણપણે અપાવીને સિદ્ધગતિને પામ્યા છે, તેમજ પ્રભુની મૂર્તિ પર આંગી ચઢે છે તે ભક્તો ચઢાવે છે. તેઓને ઇચ્છા કાંઈ થતી નથી. તેથી વિરોધાભાસ ટકી શકે નહીં તેવો છે. કારણ પ્રભુ તો સંપૂર્ણ વીતરાગદશાને પામેલા છે તેથી સદેવ છે. રથી સકલ સંસાર નિવાર્યો, કિમ ફરી દેવદ્રવ્યાદિક ધાર્યો ? સા. તજી સંજમને થાશો ગૃહવાસી,કુણ આશાતના તજશે ચોરાશી ? ... સા. ૩ પ્રથમથી જ આપે સંસારનો ત્યાગ કર્યો છે છતાં હે પ્રભુજી આપની મૂર્તિ જિનમંદિરોમાં સ્થાપન કરવામાં આવી છે તેને સાચવવા માટે દ્રવ્ય-ધન જોઇએ અને તે ધનને દેવદ્રવ્ય કહેવામાં આવે છે તેથી દ્રવ્યને ધારણ કેમ કર્યું ? વળી આપ સમોવસરણમાં સિંહાસન પર બેસો છો અને ઇંદ્રાદિક દેવો વડે કરીને ચામરાદિ વીંઝાવવારૂપ ક્રિયાને થવા દયો છો આ બધું ગૃહવાસી થવા જેવું દેખાય છે પણ સાચી વાત તો એમ છે કે આપ તો તીર્થંકર નામ કર્મની નિર્જરારૂપ આ સામગ્રીનો ૧૮૮ Jain Education International વીર-રાજપથદર્શની - ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy