SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. શ્રી સુમતિનાથ સ્તવન પ્રભુજીશું બાંધી પ્રીતડી, એ તો જીવન જગદાધાર સનેહી; સાચો તે સાહિબ સાંભરે, ખીણ માંહે કોટિક વાર સનેહી; વારી હું સુમતિ નિણંદને... ૧ મેં શ્રી સુમતિનાથ જિનેશ્વર સાથે પ્રીતિ બાંધી છે, તે પ્રભુ મારા જીવનરૂપ છે એટલે કે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ભાવ પ્રાણ આપીને હું અમને સાચા માર્ગે ચડાવી શકે તેવા છે. વળી પ્રભુ ! ત્રણે જગતના જે આધારરૂપ છે. આવા સાચા એટલે કે રાગદ્વેષથી રહિત વીતરાગ કે ભગવંત મને ક્ષણવારમાં કોટિ કોટિવાર યાદ આવે છે. એવા શ્રી $ સુમતિનાથ ભગવાન ઉપર ધર્મસ્નેહ બાંધી વારી જાઉં. 3 પ્રભુ થોડા બોલો ને નિપુણ ઘણો, એ તો કાજ અનંત કરનાર સનેહી; ઓલગ જેહની જેવડી, ફળ તેહવો તસ દેનાર સનેહી.. વારી. ૨. પ્રભુ ઓછું બોલનારા છે પણ નિપુણતા-જ્ઞાનરૂપી ઘણી છે તેથી હું અનંતા કામ કરનાર એવા છે. એમની ઓળગ એટલે કે સેવાભક્તિ છે અથવા વિનંતી જે જેટલા પ્રમાણમાં કરે તેનું તેટલા પ્રમાણમાં ફળ છે આપનાર થાય છે. એવા શ્રી સુમતિનાથને હું વારંવાર યાદ કરું છું. હું જેટલા પ્રમાણમાં સેવા હોય તેટલું જ ફળ આપનારા પ્રભુ છે એમ હું હું કહેવાનું કારણ એ છે કે પ્રભુ તો કોઈ સેવા કરે કે ન કરે તો પણ ભાવદયાના નિયમથી દરેકને સંપૂર્ણ ફળ આપનારા છે. તો પણ સર્વ 33 જીવો સંપૂર્ણ ફળ પામે એવો વહેવાર જગતમાં અશક્ય જેવો દેખાય છે ડું તેથી આમ કહેવામાં આવ્યું છે. જીવની જેટલી યોગ્યતા તેટલા પ્રમાણમાં ઉર્ફે તેને લાભ થઈ શકે તેમ કહેવું છે. શું પ્રભુ અતિ ધીરો લાજે ભર્યો, જિમ સિંચ્યો સુકૃતમાળ સનેહી; કે એકણ કરુણાની લહેરમાં, સુનિવાજે કરે નિહાલ, સો ... વારી. ૩. ! * ૧૭૮ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy