________________
૨૨. શ્રી નેમિનાથ જિન સ્વતન
નેમિ જિણેસર નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવોજી; આતમ શક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદ્યો નિજ ભાવોજી. ... ને. ૧
હે શ્રી નેમિનાથ જિનેશ્વર ભગવંત ! આપે આપનું કાર્ય કરી લીધું. કયાંય પણ આત્માને ખરડાવા દીધો નહીં. આંતર તેમજ બાહ્ય ભાવથી સર્વ વિભાવ ભાવને છાંડી દીધો અને આત્મસમાધિરૂપ સર્વ શક્તિ તેને પ્રગટ કરી અને નિરાવરણ આત્મધર્મ તેનું આસ્વાદન કર્યું. પોતે પોતાના જ ભાવનો ભોગવટો કર્યો.
રાજુલ નારી રે સારી મતિ ધરી, અવલંબ્યા અરિહંતોજી; ઉત્તમ સંગે રે ઉત્તમત્તા વધે, સધે આનંદ અનંતોજી.
ને. ૨
રાજીમતિજીએ પણ રૂડી બુદ્ધિને અંગીકાર કરી, સર્વ પરિગ્રહનો પરસંગનો ત્યાગ કરીને, શ્રી અરિહંત ભગવંતનું અવલંબન અંગીકાર કર્યું, એમ સમજીને કે ઉત્તમ વસ્તુનો સંગ કરવાથી આપણી પણ ઉત્તમતા વધે કારણ કે શ્રી નેમિશ્વર ભગવાન સર્વોત્તમ છે તો તેના સંગથી મારી પણ ઉત્તમતા એટલે સિદ્ધતા પૂર્ણતા વધે, નીપજે અને અનંત આનંદને સિદ્ધ કરી શકાય.
ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યોજી; પુદ્ગલ ગ્રહવે રે કર્મ કલંકતા, વાધે બાધક બાહ્યોજી. ને. ૩
પંચાસ્તિકાયમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, એ ત્રણે દ્રવ્ય અચેતન છે તથા વિજાતિય છે અને જીવ માટે અગ્રાહ્ય છે તેનાથી પણ મારે કામ નથી. પુદ્ગલ અથવા તેના ભાવોને ગ્રહણ ક૨વાથી આત્માને નવા કર્મનું બંધન થાય છે અને બાહ્ય ભાવોનો વધારો થાય છે જે બાધક ભાવ છે માટે તેને પણ ગ્રહણ કરવા યોગ્ય નથી.
શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી
Jain Education International
..
For Personal & Private Use Only
૧૩૯
www.jainelibrary.org