________________
: વિરમવારૂપ વિરતિ પરિણામ ઉત્પન્ન થાય છે એટલે કે ગુરએ બીજા હું વાવ્યું હતું તેના અંકુરા ઉગવાથી અવિરતિ પલાયન થઈ ગઈ.
પંચ મહાવ્રત ધાન્ય, તણાં કર્ષણ વધ્યાં રે, ત. સાધ્યભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યા રે; સા. સાયિક દરિસણ જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે, ચ.
આદિક બહુ ગુણ સસ્ય, આતમ ઘર નીપજ્યારે. આ. ...૩
પંચ મહાવ્રત ધાન્ય ઉગીને ઉત્સર્વાવલંબી મહાવ્રત તે નિરતિચાર $ થયા અને તેના ધાન્યના કણસલાં વૃદ્ધિ પામ્યા એટલે કે આત્માની
સત્તા સંપૂર્ણ પ્રાગુભાવ કરવારૂપ મહાવ્રતની પરિણતિરૂપે સાધન પરિણમ્યાં છે અને તેનાથી ક્ષાયિક જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણ ઉત્પન્ન થયા. ઇત્યાદિક સ્વગુણની અનંતતારૂપ ધાન્ય પોતાના આત્મપ્રદેશમાં ઉત્પન્ન થયું.
પ્રભુ દરિસણ મહામહ, તણે પરવેશમેં રે, ત. પરમાનંદ સુભિક્ષ, થયા મુજ દેશમેં રે; થ. દેવચંદ્ર જિનચંદ્ર, તણો અનુભવ કરો રે, ત.
સાદિ અનંતો કાળ, આતમ સુખ અનુસરો રે, આ.... ૭ પ્રભુરૂપી મહામેઘના દર્શન થવાથી પરમાનંદ આત્મિક આનંદરૂપ છે સુભિક્ષ એટલે સુકાળ થયો. દેવચંદ્ર મ.સા. કહે છે કે જિનચંદ્ર એવા રે
શ્રી વીતરાગ સર્વજ્ઞ, તેના અનુભવ ગુણ જ્ઞાનાદિકનું આસ્વાદન કરો : અને અવિનાશી એવું આત્મિક સુખ પામીને સાદિ અનંતકાળ સુધી આત્મસુખનો ભોગવટો કરો.
આ જ આત્મિક સંપદા પ્રાપ્ત કરવાનો નિયમા પુષ્ટ ઉપાય છે.
૧૩૮
વીર-રાજપથદર્શિની - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org