________________
૪. રમણતા : સ્વગુણ પર્યાયમાં રમણ કરવું તે આત્માનો રમણતા નામનો સ્વભાવ છે.
૫. પારિણામિકતા : શુદ્ધ સ્વપ્રદેશતા એટલે કે પ્રદેશોની પૂર્ણ શુદ્ધતા થવી. એ પણ વિશેષ સ્વભાવ છે.
૬. ચૈતન્યતા : ચેતન ગુણવાળો આત્મા છે.
૭. વ્યાપ્ય-વ્યાપકતા : આત્મા વ્યાપક છે અને તેના ગુણો વ્યાપ્ય છે. તેથી વ્યાપ્ય-વ્યાપકતા સ્વભાવ છે.
૮. ગ્રાહ્ય-ગ્રાહકતા : સ્વગુણોનું ગ્રાહ્યપણું છે, આત્મા તેનો ગ્રાહક છે. તેથી ગ્રાહ્ય-ગ્રાહકતા ભાવ આત્માનો સ્વભાવ છે.
આ પ્રમાણે આત્માના વિશેષ સ્વભાવો છે. જેમ કે આધાર-આધેયપણું, સંરક્ષણપણું, સ્વસ્વામિ ભાવાદિક એ સર્વ વિશેષ સ્વભાવ જાણવા. હે ધર્મનાથ ભગવાન ! આપ આપના સામાન્ય તથા વિશેષ સ્વભાવ પ્રગટાવી નિરામય થયા છો.
સંગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદપદ સંગ્રહ્યું;
જવિ પરભાવથી હું ભવોદધિ વસ્યો,
૧૧૨
પરતણો સંગ સંસારતાએ ગ્રસ્યો.
Jain Education International
આપે
હે ભગવાન ! પરના સંગનો પરિહાર કરીને – પરસંગથી નિવર્તીને શુદ્ધ આત્મિક આનંદરૂપ જે પોતાનું પદ તેને પ્રાપ્ત કર્યું. જ્યારે હે ભગવાન ! હું તો પરભાવમાં રમણતા કરતો કરતો ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું. આ પરનો સંગ કરવાથી જ આ કર્મે મને સંસારમાં પકડી રાખ્યો છે.
...
૭
For Personal & Private Use Only
વીર-રાજપથદર્શની - ૨
www.jainelibrary.org