________________
અખો
૩૭ ગુજરાતી)નું વિવેચન કર્યા પછી અખાના તત્ત્વજ્ઞાનની સમાલોચના કરવાનું શેષ રહે છે. અખો પોતાને કવિ ગણતો નથી, પરંતુ જ્ઞાની ગણે છે. છપ્પાના કવિઅંગમાં અખો પોતેજ કહે છે કે :
“જ્ઞાનીની કવિતા ન ગણીશ, કિરણ સૂર્યનાં કેમ વરણીશ, શબ્દ તણો છેડો કેમ થાય, આકાશને કેમ તોળ્યું જાય.
એવું વચન અલિંગી તણું, અખા નહિ કોઈ પર આપણું.”
આ દશ્ય જગતની પારના તત્ત્વને ચાર વર્ગના પુરુષો સ્પર્શ કરી શકે છે – (૧) કવિજન, (૨) કલાવિદ (૩) સાધુ અથવા ભક્તજન, (૪) તત્ત્વજ્ઞ. જગતની પીઠમાં રહેલા અભૌતિક ભાવને કવિજન પ્રતિભા વડે જોઈ શકે છે, અને તે શબ્દદ્વારથી સુંદરરૂપે તે ભાવસૃષ્ટિને ઉત્પન્ન કરી સહૃદયજનને સમજાવી શકે છે. કલાવિદો લલિતકલાદ્વારા મૂર્તરૂપમાં અમૂર્તરૂપ ઓળખાવી શકે છે. સાધુજનો હૃદયની અત્યંત શુદ્ધિ વડે અને વીતરાગ ચિત્ત વડે સર્વ પ્રાણીઓના હૃદયના અંતર્યામી સ્વરૂપ સાથે સ્પર્શ કરી શકે છે. તત્ત્વજ્ઞ અથવા જ્ઞાની પુરુષ, શુદ્ધ વિવેકવાળી પ્રજ્ઞાના બળવડે જેવું છે તેવું અભૌતિક સ્વરૂપ ઓળખી શકે છે.
અખાને આપણે ચોથા વર્ગમાં મૂકી શકીએ. તેનામાં સાધુતા અથવા ભક્તિનો રંગ છે. પણ તેની મુખ્ય ચોટ તત્ત્વજ્ઞાન અથવા સમજણ અથવા “સૂઝ” ઉપર છે. વસ્તુની ઊંડી સમજણ અથવા અનુભવ તેણે જૂના બ્રાહ્મણોની પેઠે અધ્યયન દ્વારા અથવા હાલના જમાનાની વાચન પદ્ધતિદ્વારા મેળવ્યો નથી. પરંતુ શ્રદ્ધાપૂર્વક વેદાન્તશસ્ત્રના અનુભવી મહાત્મા બ્રહ્માનંદ પાસેના દીર્ઘકાળના શ્રવણ વડે મેળવી શક્યો છે. એનું શ્રવણ શાસ્ત્રના સિદ્ધાંતોનો અપચો કરે એવું નથી. પરંતુ તેણે જેટલું સાંભળ્યું છે તેટલું તેણે મનમાં ઊંડુ ઉતાર્યું છે. અને વિદ્યાના પકવરસને તેણે મેળવ્યો છે. તે સાથે નિદિધ્યાસન વડે તેણે પોતાના નિશ્ચયો દઢ કર્યા છે. અને તે નિશ્ચંત બ્રહ્મજ્ઞાનને મેળવી શક્યો છે. તેનું બહુશ્રુતત્વ તેના ગ્રંથોના અવલોકનથી સારી રીતે તારવી શકાય છે. મારી તારવણીથી મને લાગે છે કે તેણે નીચેના વેદાન્તશાસ્ત્રના ગ્રંથો સારી રીતે શ્રવણદ્વારા સમજી જાણ્યા છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org