________________
અખો
૧૦ ગોકુળ તથા જતીપુરા ગામો સનંદથી ઇનામમાં આપ્યાં હતાં. અને વિઠ્ઠલનાથજીને વિપ્ર અથવા દીક્ષિત સંજ્ઞા હતી તેમને ગાયો ચરાવવાની ગોચરની છૂટ મોગલાઈથી મળ્યા પછી શ્રીવિઠ્ઠલનાથજીને સ્વામી અથવા શ્રીગુંસાઈજી સંજ્ઞા મળી હતી. આ શ્રીવિઠ્ઠલનાથજી તે વૈષ્ણવ સંપ્રદાયના બીજા મહાપુરુષ ગણાય છે. તેમને સાત પુત્રો હતા, તેમાં શ્રીગોકુલનાથજી ચોથા લાલજી ગણાય છે. તેમને શ્રીગોકુલેશની સેવા મળી હતી. એમને ત્રીજા મહાપુરુષ કહે છે. આ શ્રીગોકુળનાથજીનો સમય શ્રી વિઠ્ઠલનાથજી પછીનો આવે અને શ્રીવિઠ્ઠલનાથજી ઈ.સ.૧૫૮૬માં વિરમ્યા હતા. એટલે નિદાન પચાસ વર્ષ પછી એટલે ઈ.સ. ૧૬૩૬ના અરસામાં શ્રીગોકુલનાથજી પ્રૌઢ ઉંમરના હોઈ અખાને બ્રહ્મસંબંધ આપી શકે તેવા હોઈ શકે. ટૂંકામાં શ્રીગોકુળનાથજી-જે વૈષ્ણવ સંપ્રદાયના ત્રીજા મહાપુરુષ-તેમણે અખાને બ્રહ્મસંબંધ કરાવ્યો જણાય છે; અને ત્રણ મહાપુરુષ, (વલ્લભાચાર્ય-મહા પ્રભુજી, વિઠ્ઠલનાથજી-શ્રીગુસાંઈજી, અને ગોકુળનાથ) ઉપરાંત પોતાના અંતર્યામી આત્મગુરુને અખાએ પોતાના ઉદ્ધારમાં નિમિત્ત માન્યા છે.
શ્રીગોકુળનાથજીનો આ સંબંધ પણ અખાના સમયને ૧૬૧૫-૧૬૭૫ને આડકતરી રીતે ટેકો આપે છે. મને લાગે છે કે અખાએ પૂર્વાવસ્થામાં શ્રીગુંસાઈજીનો વૈભવ પણ પ્રત્યક્ષ જોયો જણાય છે. એમ તેની સંતપ્રિયાના ૫૦ તથા ૧૯મા આંકની કડીઓથી સ્પષ્ટ સમજાય છે.
માયા કે રંગ દેખી ક્યું મનોહર, માનત હે જગદીશ ગુંસાંઈ સીખી સુની ગલ મારે ગુસાંઈ, ક્યું જોગ પવન કુંભ ખાલી સો ગાજે.”
અખો કવિ પ્રેમાનંદનો સમકાલીન હોઈ શકવા સંભવ છે. અખાના જીવન સમય ઉપર આડકતરી રીતે પ્રકાશ નાખનારું બીજું સાધન તેના શ્લેષ છાયાવાળા છપ્પા છે. જેમાં તે પ્રમાનંદનો ઉલ્લેખ કરતો હોય એમ મને જણાય છે. છપ્પાના ફુટકળ અંગમાં નીચેના છપ્પા આવે છે -
“તૃણ તરુવરને અગ્નિનો ભય, આકાશ દાક્યું તે કોઈ નવ કહેય. એમ અલ્પ આનંદ સદા સખપાય, અખા પ્રેમાનંદનો પ્રલય ન થાય. પ્રેમાનંદની ભકિત આકરી, વસમી વાટ મહા ખરેખરી ૭૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org