________________
અખો સત્ય મુદ્દા તારવી શકીએ છીએ :
(૧) અખાએ બ્રહ્મસંબંધની વૈષ્ણવી દીક્ષા ગોકુળનાથજીની પાસે લીધી હતી; અને તે પણ ગોકુળમાં કારણ કે આ પંક્તિ પહેલાંની પંક્તિમાં તે લખે છે કે :
“ઘણાં કૃત્ય કર્યા મેં બાહ્ય, તોએ ન ભાગી મનની દાઝ, દર્શનવેશ જોઈ બહુ રહ્યો, પછે ગુરુ કરવાને ગોકુળ ગયો.”
લોકો જયપુરમાં દીક્ષા લીધાનું જણાવે છે તે આ વાક્યથી ખોટું પડે છે. બ્રહ્મદીક્ષા તેણે ગોકુળમાં લીધી જણાય છે.
(૨) આ બ્રહ્મસંબંધની વૈષ્ણવી દીક્ષા તેણે સ્વીકારી પરંતુ તેના વિચારનું સ્વાતંત્ર્ય જેવું ને તેવું જ રહ્યું, અને તે આગલી પંક્તિમાં લખે છે કે :
“વિચાર કહે પામ્યો શું અખા, જન્મ જન્મનો ક્યાં છે સખા, બહુ કાળ હું રોતો રહ્યો, આવી અચાનક હરી પ્રગટ થયો. ત્રણ મહાપુરુષ ને ચોથો આપ, જેનો ન થાયે વેદ ઉથાપ, અને ઉર અંતર લીધો જાણ, ત્યાર પછી ઉઘડી મુજ વાણ. પરાત્પર બ્રહ્મ પરગટ થયા, ગુમ દોષો તે દિનના ગયા, અય્યત આવ્યાનું એ એંધાણ, ચવ્યું ન ચાવે એ અખો અજાણ.
જે નરને આત્મા ગુરુ થશે, કહ્યું અખાનું તે પ્રીછશે.” આ પ્રમાણે પોતાના અંતર્યામી આત્મદેવને અશ્રુત ભગવાન રૂપે ઓળખી તે ગુણદોષો વિનાનો થઈ તૃપ્ત થયો.
ઉપરની પંક્તિઓમાં “ગોકુળનાથ” અને “ત્રણ મહાપુરુષ” એ વૈષ્ણવ સંપ્રદાયની ઐતિહાસિક વ્યક્તિઓ છે.
શ્રીમદ્ વલ્લભાચાર્ય – શુદ્ધાદ્વૈત સંપ્રદાયના આચાર્યશ્રીને વૈષ્ણવો (ઈ. સં. ૧૪૭૯-૧૫૩૧) “મહાપ્રભુજી'' નામથી વ્યવહરે છે. તેમના વડીલ પુત્ર ગોપીનાથજીનો દેહ વહેલો પડી ગયો હતો, અને બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીને સાત પુત્રો હતા. શ્રી વિઠ્ઠલનાથજીનો દેહ ઈ. સ. ૧૫૮૬માં પડ્યો હતો. અકબર બાદશાહે (ઈ. સ. ૧૫૫૫-૧૬૦૫) શ્રી વિઠ્ઠલેશ્વરને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org