________________
પ્રકરણ ચાર
ક્ષત્રપ શોડાશ આવ્યો હોવાનું સંભવે છે. ક્ષત્રપ રવરોઇસ સર્તક પુત્ર એવા ખરોષ્ઠીમાં લખાયેલા લેખવાળા કેટલાક સિક્કા મળી આવ્યા છે. આથી ફલિત થાય છે કે ખરોષ્ટને અર્ત નામનો પુત્ર હતો, જે કાકા શોડાશના સમયમાં ક્ષત્રપ તરીકે સત્તાધીશ થયો હોય અને પ્રસ્તુત લેખવાળા સિક્કાઓ તૈયાર કરાવ્યા હોય.
સિક્કા અને શિલાલેખો રાજુલ વિશે કેટલીક હકીકત સંપડાવી આપે છે : રાજુપુલ, રંજુબુલ, રાજુલ એમ એનાં વિવિધ નામ હતાં. મથુરાના સિંહસ્તંભ ઉપરના ખરોષ્ઠી લેખોમાં તેમ જ મથુરા નજીકના મોર ગામના એક લેખમાં (જે હાલ મથુરાના સંગ્રહાલયમાં છે, તેને મહાક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે, જ્યારે ગ્રીક લખાણવાળા તેના કેટલાક સિક્કાઓમાં તેને ‘શાહાનુશાહી' બિરુદથી ઓળખાવ્યો છે.
રાજુલના સિક્કાઓ ઑટો ૧લા અને જ્હો રજાના જેવા જ છે; તેથી રાજુલે તેના રાજ્યકાળનો આરંભ પૂર્વ પંજાબના પ્રદેશમાં કર્યો હોવાનો સંભવ છે; જ્યારે મથુરા ઉપરનો તેનો અધિકાર તેના રાજ્યકાળના ઉત્તરાર્ધમાં જોવા મળે છે. એટલે જ્યારે રાજુલ પૂર્વ પંજાબમાં સત્તાધીશ હતો ત્યારે મથુરા ગામશ અને હગાનના સંયુક્ત અધિકાર હેઠળ હતું એમ માની શકાય. રાયચૌધરી અનુસાર હગામશ અને હગાનના ઉત્તરાધિકારી તરીકે રાજુલ મથુરાની ગાદી ઉપર આવ્યો હોય. આથી મથુરાના પ્રારંભકાળના શક રાજાઓ આ હતા એમ સૂચવાય. મથુરામાંથી રાજુલના ઘણા સિક્કા મળી આવ્યા છે, જયારે તાંબાના કેટલાક સિક્કા પૂર્વ પંજાબમાંથી હાથ લાગ્યા છે. આથી કહી શકાય કે તેના રાજય વિસ્તારમાં પૂર્વ પંજાબ અને મથુરાનો સમાવેશ થતો હતો૧૦૩.
રાજુલ પછી તેનો પુત્ર શોડાશજ ગાદીપતિ બન્યો. મથુરામાંથી શોડાશના સિક્કાઓ અને શિલાલેખો બંને હાથ લાગ્યા છે. સિક્કાઓ તેને માત્ર ક્ષત્રપ તરીકે ઓળખાવે છે૧૦૫, જ્યારે વર્ષ ૭રનો આમોહિનીનો માનતાલેખ તેને મહાક્ષત્રપ તરીકે વર્ણવે છે. પૂર્વ પંજાબમાંથી તેનો એક પણ સિક્કો મળ્યો નથી. તેથી સૂચવી શકાય કે તેનો રાજયવિસ્તાર મથુરા અને તેની આસપાસના વિસ્તાર પૂરતો સીમિત હતો૧૦૭.
મથુરાના શકોએ પૂર્વ પંજાબને જીતી તે વિસ્તાર ઉપર પ્રભુત્વ પ્રસ્થાપ્યું હતું અને કુરિન્દ ગણરાજ્યને૧% પણ હરાવેલું એમ અર્થસંહિતાના યુગપુરાણમાં નોંધ્યું છે. શોડાશે જે મહાક્ષત્રપપદ ધારણ કરેલું તે આ વિજયના પરિણામરૂપ હોવાનો સંભવ છે૧૯ પશ્ચિમ ભારતનું શક રાજ્ય
શકોએ પશ્ચિમ ભારતમાં પણ સ્વતંત્ર સત્તા સ્થાપી હતી. આ રાજાઓ પશ્ચિમી ક્ષત્રપોથી સુખ્યાત છે. હવે પછીનાં પ્રકરણોમાં પશ્ચિમ ભારતનું શક રાજય' વિશે વિગતવાર પૃથક્ત વિવરણ પ્રસ્તુત કર્યું હોઈ અહીં આ પ્રકરણમાં તે બાબતે કોઈ ચર્ચા અપેક્ષિત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org