________________
પ્રકરણ ચાર
૬૧
પ્રસ્તુત વિસ્તૃત વિવરણ-પૃથક્કરણને આધારે સમાપન કરતાં ફૉન, રેપ્સન અને ટાર્નનાં મંતવ્યો વધારે સંભવિત અને સ્વીકાર્ય જણાય છે. વર્ષ ૫૮ના મૈર લેખ અને વર્ષ ૭૮ના તક્ષશિલાના તામ્રપત્રલેખને ફૉને સૂચવેલા ઈસ્વીપૂર્વ ૧૨૯ના સંવત અનુસારપ તે વર્ષો અનુક્રમે ઈસ્વીપૂર્વ ૭૧ અને ઈસ્વીપૂર્વ ૫૧માં આવે. રેપ્સનના મત મુજબ તે વર્ષો અનુક્રમે ઈસ્વીપૂર્વ ૯૨ અને ૭૨માં આવે. જ્યારે ટાર્નના મંતવ્યાનુસાર તે વર્ષો અનુક્રમે ઈસ્વીપૂર્વ ૯૭ અને ઈસ્વીપૂર્વ ૭૭માં આવે.
આમ, આ ત્રણેય વિદ્વાનોએ સૂચવેલા સંવત મુજબ તેમ જ મોઅ, પતિક, લિયક કુસુલકના સંદર્ભમાં અગાઉ સૂચવેલા સમયાનુસાર આપણા દેશના પ્રથમ શક રાજા મોઅને આ પરિમાણમાં ઈસ્વીપૂર્વની પહેલી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હોવાનું સૂચવી શકાય.
અય(અઝીઝ) ૧લો : મોઅના ઉત્તરાધિકારી તરીકે પંજાબની ગાદીએ અય આવ્યો એમ સિક્કાઓના અભ્યાસથી સમજાય છે. વિદ્વાનો અય નામના બે રાજા હોવાનું અનુમાન કરે છે. પરંતુ એના સાપેક્ષ કાલક્રમ વિશે મતભેદ રહેલો છે. અય ૧લાના અને અય ૨જાના સિક્કાઓ સ્પષ્ટઃ વિભિન્ન પ્રકારના પ્રાપ્ત થયા છે. પહેલા પ્રકારના સિક્કાના અગ્રભાગે ગ્રીક લિપિ-ભાષામાં અયનું અને પૃષ્ઠભાગે ખરોષ્ઠી લિપિમાં અયિલિષ (અઝિલિષ)નું નામ કોતરેલું છે. બીજા પ્રકારના સિક્કાના અગ્રભાગમાં ગ્રીક-લિપિભાષામાં અયિલિષનું અને પૃષ્ઠભાગમાં ખરોષ્ઠી લિપિમાં અયનું નામ કોતરાયેલું જોવા મળે છે. આથી ફલિત થાય છે કે અય ૧લા પછી અયિલિષ ગાદીએ આરૂઢ થયો અને અયિલિષના ઉત્તરાધિકારી તરીકે અય ૨જો સત્તા ઉપર આવ્યો. એક સુવર્ણ સિક્કાના આધારે આ વંશમાં અઠમ નામનો એક રાજા થઈ ગયો એવું વ્હાઈટહેડ સૂચવે છે. પરંતુ તક્ષશિલાના રાજાઓનાં નામનાં ગ્રીક રૂપો અંગ્રજી રૂપાંતરો મુજબ અન્ત્યાક્ષર આ નામમાં નથી; એટલે અઠમ આ વંશમાં થયો હોવાની સંભાવના નિશ્ચિત થઈ શકી નથી”.
પંજાબનું ક્ષત્રપ રાજ્ય
પંજાબના ક્ષત્રપોનાં ત્રણ કુટુંબ હતાં : (૧) કુસુલબ કે કુસુલકનું કુટુંબ, (૨) મણિગુલ કે મનુગુલનું કુટુંબ અને (૩) ઇન્દ્રિવર્માનું કુટુંબપ.
કુસુલક કુટુંબ : વર્ષ ૭૮ના તક્ષશિલાના તામ્રપત્ર લેખથી જાણવા મળે છે કે શક રાજા મોઅના સત્રપ તરીકે લિયક કુસુલુક હતો અને એનો પુત્ર પતિક મહાદાનપતિ હતો. આ લેખમાં લિયક કુસુલુકને ક્ષહરાત તરીકે અને ચુબ્સના (આધુનિક ચચ, જે તક્ષશિલાની પશ્ચિમે આવેલું છે) ક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે. મથુરાના સિંહસ્તંભલેખમાં પતિકને મહાક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે. કુસુલુક કુટુંબના સભ્યો મથુરાના ક્ષત્રપો સાથે સંબંધ ધરાવતા હતા૧.
મણિગુલ કુટુંબ : અય રજાના રાજ્યકાલ દરમ્યાન પુષ્કલાવતીમાં મણિગુલ કુટુંબના ક્ષત્રપો રહેતા હતા એવું સિક્કાઓથી માનવામાં આવે છે. તક્ષશિલાના વર્ષ ૧૯૧ના ચાંદીના વાસણ ઉ૫૨ ઉત્કીર્ણ લેખથી સમજાય છે કે મણિગુલનો પુત્ર જિહોણિક (તક્ષશિલા નજીક આવેલા ચુબ્સ)નો ક્ષત્રપ હતો”. ટાર્નના મત મુજબ જિહોણિક પર્લવ રાજા ગુદુર્લરનો ભત્રીજો અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org