________________
ક્ષત્રપકાલીન ગુજરાત
રાજ્યામલ પણ ત્યારે જ હોય જે શક્ય નથી. વળી દિમિત્રે તો સેલ્યુસીડ સંવત ઉપયોગ્યો હતો એટલે પરાજિત યવનોનો પ્રચલિત સંવત વિજેતા મો વાપરે નહીં.
૬૦
મિશ્રદાત ૨જાની (ઈસ્વીપૂર્વ ૧૨૩-૮૮) સામે શકોએ બળવો કર્યો એ ઘટના ધ્યાનમાં લઈને જાયસ્વાલ ઈસ્વીપૂર્વ ૧૨૦નો સંવત આ વર્ષોના સંદર્ભે પ્રસ્તુત કરે છે; પણ શકોનું પહ્લવ દેશ ઉપરનું આક્રમણ તો ઈસ્વીપૂર્વ ૧૨૯માં થયાનું ટાર્નનું મંતવ્ય છે. એટલે જાયસ્વાલની ગણતરી મુજબ તો એ સંવતનો આરંભકાળ ઈસ્વીપૂર્વ ૧૨૯ (કે ઈસ્વીપૂર્વ ૧૨૮)નો ગણવો જોઈએ. વળી મિથ્રદાત ૨જો બળવાન શાસક હતો એટલે એના સામ્રાજ્યમાં શકો માટે બીજો સળંગ સંવત પ્રવર્તાવવાની કોઈ શક્યતા ન હતી.
બેનરજી આ વર્ષોને સીસ્તાનના પત્થવ સંવતનાં હોવાનું સૂચવે છે. રેપ્સન પણ શરૂમાં તે વર્ષો સંદર્ભે બેનરજીને અનુસર્યા હતા. સીસ્તાનનો આ સંવત હકીકતમાં મિશ્રદાત ૧લાએ પોતાના સામ્રાજ્યમાં સીસ્તાનને સમાવી લઈ નવું રાજ્ય સ્થાપ્યું તેની યાદમાં શરૂ કર્યો હતો. અને તો શકો સામાન્યતઃ પર્લવોનો સંવત ઉપયોગે નહી૧. વળી કલવાન લેખમાં સ્ટેન કોનોને અને ટોમસને સ્પષ્ટઃ ‘શક' શબ્દ વંચાયો છે. તેથી રેપ્સન અનુકાલમાં આના અનુસંધાનમાં આ વર્ષોને પૂર્વકાલીન શક સંવતનાં હોવાનું વલણ ધરાવે છે.
મિથ્રદાત ૧લાએ ઈસ્વી ૧૫૦માં સીસ્તાનમાં નવું પર્લવ રાજ્ય સ્થાપ્યું અને એની યાદમાં તેણે આ સંવત પ્રવર્તાવ્યો એવું રેપ્સનનું મંતવ્ય છે. ટાર્ન આ જ ઘટનાના સંદર્ભે ઈસ્વીપૂર્વ ૧૫૫ના સંવતની ચર્ચા કરે છે". માર્શલ આ બંને સંવતની શક્યતા જુએ છે, પણ તે ટાર્નના મંતવ્ય ઉપર વિશેષ ભાર મૂકે છે. ફ્રેન્ચ લેખિકા ફૉન ઈસ્વીપૂર્વ ૧૨૯ના સંવતની દલીલ કરે છે; કેમ કે આ વર્ષે યુએચીઓએ આમૂદ૨યા ઓળંગી બાહ્નિકમાંથી યવન સત્તાને નિર્મૂળ કરી તેની યાદમાં તેમણે આ સંવત શરૂ કર્યો. તદનુસાર તક્ષશિલાનો વર્ષ ૭૮નો લેખ ઈસ્વીપૂર્વ મૂકવો પડે.
તક્ષશિલાના તામ્રપત્રમાં નિર્દેશ છે કે લિયક કુસુલક મોઅનો ક્ષત્રપ હતો. આ લિયક કુસુલક એ વર્ષ ૬૮ના માનસેરાના લેખમાં ઉલ્લિખિત લાયક છે એમ રાયચૌધરી સૂચવે છે. આ તામ્રપત્ર પતિકનું છે અને જેનો નિર્દેશ મથુરાના સિંહસ્તંભલેખમાં પણ છે. આ સ્તંભલેખમાં મહાક્ષત્રપ રાજૂલ અને એના પુત્ર શોડાશનો ઉલ્લેખ છે. આ સ્તંભલેખ શોડાશને આમોહિનીના માનતાપત્ર(votive tablets)માંના મહાક્ષત્રપ શોડાશ સાથે સરખાવે છે. માનતાના આ પત્રલેખનો સમય, તેની કોતરણીના આધારે, માર્શલ ઈસ્વી સનની શરૂઆતમાં મૂકે છે૧. પતિક શોડાશનો સમકાલીન હતો॰. શોડાશે ગંગાજમનાના પ્રદેશમાં રહેતા કુણિન્દોને હરાવેલા. સિક્કાઓમાંના લખાણમાંની લિપિના આધારે કુણિન્દ ગણરાજ્ય ઈસ્વીપૂર્વે બીજી-પહેલી સદીમાં અસ્તિત્વમાં હતુ”. આથી એવું ફલિત થાય છે કે શોડાશ ઈસ્વીપૂર્વ બીજી-પહેલી સદીમાં કોઈ કાલખંડમાં ખાસ કરીને ઉત્તરાર્ધમાં વિદ્યમાન હોઈ શકે. આ ગણતરી મુજબ પ્રતિકના પિતા લિયક કુસુલકને ઈસ્વીપૂર્વની પહેલી સદીના મધ્યભાગે વિદ્યમાન હોવાનું સૂચિત થઈ શકે; તો પછી તે જેનો ક્ષત્રપ હતો તે મોઅ પણ આ સમય દરમ્યાન થયો હોવાની સંભાવના થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org