________________
૫૨
ક્ષત્રપકાલીન ગુજરાત ચાલે અને સ્ત્રીનનાં રાજય હિયંગનુનાં પડોશી હતાં. ઈસ્વીપૂર્વ ૩૨૧ અને ઈસ્વીપૂર્વે ૩૧૮માં આ રાજ્યોમાંનાં પ્રથમ છ રાજ્યોએ હિયંગનુની નેતાગીરી હેઠળ સીન રાજય ઉપર હુમલો કર્યો હતો, પણ સીન રાજયની જીત થઈ અને શિ-હુઅંગ-તી તેનો પહેલો રાજા થયો, ઈસ્વીપૂર્વ ૨૪૬, (ઇએ.,
પુ. ૪૮, પૃષ્ઠ ૭૦, ૧૯૧૯). ૨૭. ઇએ., પુ. ૪૮, ૧૯૧૯, પૃષ્ઠ ૭૦ અને ઇન્સા.બ્રિટા., પૂ.૬, પૃષ્ઠ ૧૯૪. ૨૮. હૂણોનાં સ્થળાંતરનો જે પ્રવાહ શરૂ થયો, તેના આઘાત-પ્રત્યાઘાત બહુ મોટા પડ્યા અને તેનાં મોજાં
છેક ભારતના ઉત્તર કિનારે અથડાતાં આપણી ભૂમિ પણ આક્રમણોને ભોગ બન્યું. ૨૯. આ જાતિના બે પ્રકાર જાણવામાં છે : એક કાનસૂ પ્રાંતના અને બીજા બાહ્નિકના. ચીની અનુકૃતિઓ
આ બંનેને ભિન્ન ગણે છે, પરંતુ માર્કવાર્ટ અને ફ્રેકે જેવા વિદ્વાન આ બંનેને એક જ ગણે છે. સ્ટેન
કોનો આ મત સ્વીકારે છે. બંને જાતિ શાંતિ ચાહક હતી. (મોરી., ૧૯૨૧, પૃષ્ઠ ૪૬૪). ૩૦. Yueh-Chi એ હાલમાં પ્રચલિત અંગ્રેજી રૂપ છે. જયચંદ્ર વિદ્યાલંકારે એનું “યુઈ-શિ' એવું રૂપ પ્રયોજેલું
છે (ભાઈરૂ, પ્રકરણ ૧૯). “ઉષિ”, “યુશિ', “યૂચિ' જેવાં રૂપાંતર ગુજરાતીમાં પ્રયોજાય છે (વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામાં, પૃષ્ઠ ૭). આ જાતિ આપણા પૂર્વકાલીન ગ્રંથોમાં ‘ઋષિક જાતિ' તરિકે
જાણીતી હતી (જયચંદ્ર વિદ્યાલંકાર, ભારત ભૂમિ ઔર ઉસકે નિવાસી, ૧૯૩૨, પૃષ્ઠ ૩૧૩-૩૧૫). ૩૧. રસન, કેહિઈ, પુ. ૧, પૃષ્ઠ પ૬૬ અને સ્ટેન કોનો, મોરિ., ૧૯૨૧, પૃષ્ઠ ૪૬૪. ૩૨. વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામા, પૃષ્ઠ ૭-૮ અને મોરિ., પૃષ્ઠ ૪૬૪. ૩૩. સુધાકર, પૃષ્ઠ ૧૨. ૩૪. યુએચીના મૂળ પ્રદેશ વિશે સ્મિથની નોંધ આ પ્રકારની છે : તેઓ ઈસ્વીપૂર્વ ૧૬૫માં સેન-લોંગ
(Tsenn-Loang) પ્રદેશ અને કિલિયન (ki-lein) પર્વતની વચ્ચે અથવા ચીની તુર્કસ્તાનની તિએન
ચાન Tien-Chan અથવા Richthofen) ટેકરીઓમાં રહેતા હતા (જરૉએસો., ૧૯૦૩, પૃષ્ઠ ૧૯). ૩૫. સ્ટેનો કોનો, કૉઇઈ, પુ.૨, ભાગ ૧, પૃષ્ઠ ૧૯-૨૦. ટાર્ગ આ બનાવને ઈસ્વીપૂર્વ ૧૭૬-૧૭૪ની
વચ્ચે મૂકે છે (ઝીબેઇ., પૃષ્ઠ ૨૭૬). સ્મિથ તે ઘટનાને ઈસ્વીપૂર્વ ૧૬૫માં મૂકે છે (જુઓ પાદનોંધ ૩૪ અને અહિઈ., પૃષ્ઠ ૨૬૩). ફ્રેંકે આ બનાવને ઈસ્વીપૂર્વ ૧૭૪થી ૧૬૦ની વચ્ચે મૂકે છે. (મિથ, એજન, પૃષ્ઠ ૨૬૩). નારાયણ વળી આ ઘટનાને બે તબક્કામાં વિભાજિત કરી પ્રથમ બનાવને ઈસ્વીપૂર્વ ૧૬૦માં અને બીજાને ઈસ્વીપૂર્વ ૧૨૯-૨૮માં મૂકે છે (ધ ઇન્ડો ગ્રીક્સ, પૃષ્ઠ ૧૩૩ અને પાદનોંધ ૨). ચીની દસ્તાવેજો આ ઘટનાના સમય બાબતે કશું નોંધતા નથી, પણ માત્ર એટલું જ જણાવે છે કે આ બનાવ ચિ, રાજાના રાજ્યકાળ (ઈસ્વીપૂર્વ ૧૭૬-૧૬૧) દરમ્યાન બન્યો હતો
(મેકગવર્ન, અએસેએ., પૃષ્ઠ ૪૭૫). ૩૬. રેસન, કેહિઈ., પૂ.૧, પૃષ્ઠ ૪૫૯ અને ૫૬૫; રોલીનસન, બેક્ટ્રિયા, પૃષ્ઠ ૯૪. ૩૭. એજન, પૃષ્ઠ પ૬૫. ૩૮. યર્ન, ગ્રીબેઇ., પૃષ્ઠ ૨૭૬; રેપ્સન, કૅહિઈ., પૂ.૧, પૃષ્ઠ ૫૬૫, શિ-કિના પ્રકરણ ૧૨૩માં
ચાંગકીનની નોંધ યુએચી-યુસુન વચ્ચેની અથડામણોનો નિર્દેશ કરતી નથી. તેની નોંધ મુજબ હૂણોના હુમલાથી યુએચઓ સીધા જ (ઈલિના પ્રદેશમાં ગયા વિના જ) સિરદરયાના પ્રદેશમાં પહોંચ્યા (સુધાકર, પૃષ્ઠ ૧૧-૧૨). જ્યારે સીઅન-હન-શુ આ બનાવનો ઉલ્લેખ કરે છે પણ અથડામણ ઈલિના પ્રદેશમાં નહીં પરંતુ મોંગોલિયામાં થઈ એમ નોંધે છે (મેકગવર્ન, અએસેએ., પૃષ્ઠ ૪૭૬). આથી ટાર્ન અને બીજા વિદ્વાનો એવી દલીલ કરે છે કે સાધનસામગ્રી ન્સીઅન-હન-શુના લેખક (ઈસ્વી ૨૪) પાસે
હતી તે શિકિના લેખક (ઈસ્વીપર્વ ૮૯) પાસે ન હતી. (ગ્રીબેઇ., પૃષ્ઠ ૫૧૩). ૩૯. રેસન, કેહિઈ, પુ.૧, પૃ. પ૬૫. પણ આંગ-કિનની નોંધ સ્પષ્ટ લખે છે કે યુએચીના ભાગલા, હૂણોએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org