________________
૪૨
ક્ષત્રપકાલીન ગુજરાત ગૌતમીપુત્રે પોતાની છાપ પડાવી છે. શેષ સિક્કા ફેરછાપ (counter-stamped) વિનાના છે. [વિગતે વિવરણ વાસ્તે જુઓ : બૉબારૉએસો., પુસ્તક ૨૨, નં. ૬૨ પૃષ્ઠ ૨૨૩થી].
દેવની મોરી (સાબરકાંઠા જિલ્લો) : મહાકાય બૌદ્ધ સ્તૂપ અને બૌદ્ધ વિહારના ઉલ્બનનકાર્ય દરમ્યાન વડોદરાની મ.સ. વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદ્યા વિભાગના પુરાવિદોને સિક્કાઓના બે નાનકડા નિધિ હાથ લાગ્યા હતા : વિહારની પ્રથમ ઓરડીના પ્રવેશ દ્વાર પાસેથી ૩૯ સિક્કાનો જથ્થો અને સ્તૂપની પ્રથમ પીઠિકાના ટોચના ભાગના મધ્યમાંથી ૮ સિક્કાનો સમૂહ હાથ લાગ્યો હતો. [માહિતી માટે જુઓ : ૨.ના.મહેતા અને સૂર્યકાંત ચૌધરી, એસ્કવેશન એટ દેવની મોરી, વડોદરા, ૧૯૬૬, પૃષ્ઠ].
દેવા (ખેડા જિલ્લો) : પૂર્વકાલીન સિક્કાઓથી સભર માટીનું એક નાનું વાસણ ગામના પ્રાથમિક શાળાના મેદાનમાંથી ખોદકાર્ય દરમ્યાન મળી આવ્યું હતું, જેમાંના નવ ક્ષત્રપસિક્કા વલ્લભ વિદ્યાનગરના અમૃત વસંત પંડ્યાને તપાસાર્થે મળ્યા હતા. આમાં રુદ્રદામાં ૧લાના બે, રુદ્રસેન ૧લાના બે અને વિશ્વસેનના પાંચ સિક્કાઓનો સમાવેશ થાય છે. [જુઓ વિગત વાસ્ત: જન્યુસોઇ., ભારતીય મુદ્રા પરિષદ, ગુવાહાતી સંમેલન, ૧૯૬૬માં એમણે આ બાબતે એક નિબંધ રજૂ કર્યો હતો].
પેટલુરીપલેમ (ગનૂર જિલ્લો, આંધ્રપ્રદેશ) : ટ્રેઝર ટ્રોવ એકટ હેઠળ પ૨, ૧૬ અને ૧૭૦ (કુલ ૨૩૮) સિક્કાના જથ્થા ત્રણ ટુકડે હાથવગા થયા હતા. વીરદામા, વિજયસેન, દામજદશ્રી ૩જો, રુદ્રસેન રજો, વિશ્વસિંહ, ભદામાં, વિશ્વસેન, રુદ્રસિંહ રજો, યશોદામા રજો અને ઈશ્વરદત્તના સિક્કાઓનો સમાવેશ આ બધા સિક્કાઓમાં થાય છે. [માહિતી કાજે જુઓ : ઇન્ડિયન આર્કિઓલલ જિ : એ રિવ્યુઃ ૧૯૫૬-૫૭, પૃષ્ઠ ૭૭થી અને ઈહિકૉ., પુસ્તક ૩૩, નંબર ૪, પૃષ્ઠ ૨૭૨થી.].
બાસિમ અને કુંડીનપુર (અકોટા અને વર્ધા જિલ્લા, મહારાષ્ટ્ર) : આ બંને સ્થળેથી સંપ્રાપ્ત સિક્કાઓમાંથી મોટાભાગના સિક્કાઓ ઓગાળી દેવામાં આવ્યા હતા. શેષ સિક્કા વાસુદેવ વિષ્ણુ મિરાશીને તપાસાર્થે મળ્યા હતા. [માહિતી માટે જુઓ : જન્યુસોઇ., પુસ્તક ૧૨, પૃષ્ઠ ૧૧૩થી].
વસોજ (જૂનાગઢ જિલ્લો) : ૧૯૩૭ પૂર્વે કોઈક સમયે આ સ્થળેથી ૫૯૧ સિક્કાનો મોટો ખજાનો હાથ લાગ્યો હતો. એમાં રુદ્રસિંહ ૧લાથી રુદ્રસેન ૩જા સુધીના, અપવાદરૂપ સંઘદામા અને યશોદામાં ૧લાના સિક્કાઓ સિવાય, ક્ષત્રપ શાસકોના સિક્કાઓનો સમાવેશ થાય છે. [વિગતો વાતે જુઓ : જરૉએસોબેં., ૧૯૩૭, પુસ્તક-૩, નં. ૨, પૃષ્ઠ ૯૮થી).
શિરવાલ (પૂણે જિલ્લો) : લગભગ 800 સિક્કાનો એક નિધિ આ સ્થળેથી ૧૮૪૬માં પ્રાપ્ત થયો હતો, જેમાં વિજયસેન, દામજદશ્રી ૩જો, રુદ્રસેન રજો, વિશ્વસિંહ, ભર્તુદામા, વિશ્વસેન, રુદ્રસિંહ રજો અને ઈશ્વરદત્તના સિક્કાઓ સમાવિષ્ટ છે. [માહિતી માટે જુઓ : જબૉબારૉએસો., પુસ્તક ૨, પૃષ્ઠ ૩૭૭થી].
સનાડિયા (જૂનાગઢ જિલ્લો) : રૂપચંદ નારણદાસ ટેકચંદાનીને આ નિધિમાંથી ૧૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org