________________
ક્ષત્રપકાલીન ગુજરાત
સંક્ષેપમાં એટલું સૂચવી શકાય કે ક્ષત્રપકાલ દરમિયાન તાપી, નર્મદા, મહી, ઈબા, પારદા, દમણ, કરવેણવા, બાર્ણાશા, સુવર્ણશિકતા, પલાશિની જેવી નદીઓ ગુજરાતમાં વહેતી હોવા સંભવે છે. આ સિવાય અન્ય નદીઓ કદાચ વહેતી હોવી જોઈએ જેમના વિશે કોઈ પણ પ્રકારનાં જ્ઞાપકો હાથવગાં નથી. તેથી તે અંગે કોઈ અટકળ કે અનુમાન કરવું શક્ય નથી. પર્વતો
૩૪૮
ક્ષત્રપ શાસકોના કેટલાક શિલાલેખોમાં પર્વતો વિશે નિર્દેશ છે. રુદ્રદામાના ગિરિનગરના શૈલલેખમાં {યત્ પર્વતનો નિર્દેશ છે. જો એમાંથી સુવર્ણસિક્તા અને પલાશિની નદીઓ વહેતી હોવાનો ઉલ્લેખ ધ્યાનમાં લઈએ તો ઊર્જયત્ એ હાલના ગિરનારનું પૂર્વકાલીન નામ હોવાનું અનુમાન સ્પષ્ટ થઈ શકે છે. તળ ગિરનારમાંથી ઉપલબ્ધ તેર શિલાલેખોમાંથી અગિયાર લેખમાં સુબ્બયન્ત નામ પ્રયોજાયેલું છે. આ બધા લેખ ઈસ્વીની ચૌદમી સદી સુધીના હોઈ ત્યાં સુધી આ નામ વધુ પ્રચલિત હોવાનું દર્શાવી શકાય છે. ઉન્નયન્તને કેટલીકવાર રૈવત પણ કહેતા. દા.ત. સ્કંદગુપ્તના લેખમાં અને રિવંશ પુરાળમાં ર્નયના પર્યાય તરીકે રૈવતનો ઉલ્લેખ છે.
તળાજા, સાણા, ઢાંક, ખંભાલીડામાં શૈલોત્કીર્ણ ગુફાઓ હોવાની વિગતો આપણે અગાઉ અવલોકી છે (જેઓ પ્રકરણ અઢાર). તેથી આ બધા પર્વતો તત્કાળે અધિક લોકપ્રિય હોવા જોઈએ, વિશેષ કરીને ધર્મના પરિપ્રેક્ષ્યમાં અને શિલ્પસ્થાપત્યના સંદર્ભમાં. પુરાણોમાં જેમના વિશે ઉલ્લેખ છે તે વિંધ્યાચળ અને સાતપુડા પર્વત પણ આ સમય દરમ્યાન અસ્તિત્વમાં હોવા સંભવે; કેમ કે ભૂસ્તરીય પરિવર્તન પર્વતમાં જવલ્લે જ થતાં હોય છે.
જળાશયો
નહપાનના સમયના ગુફાલેખોમાં ભરૂચ, દશપુર, ગોવર્ધન જેવાં સ્થળોએ વાવકૂવાના નિર્માણકાર્ય થયાં હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે (પરિચય માટે જુઓ પ્રકરણ અગિયાર, પાદનોંધ ૨). રુદ્રદામાના શૈલલેખમાં સુદર્શન તળાવનો નિર્દેશ છે. ગુંદાના લેખમાં રસોપદ્રીય ગામે કૂવો ખોદાવ્યાનો ઉલ્લેખ છે. આથી, અનુમાની શકાય કે ક્ષત્રપકાલ દરમ્યાન આ પ્રકારનાં જળાશયની વ્યવહારુ ઉપયોગિતા કેટલી હશે; ખાસ કરીને ખેતીના વિકાસમાં સિંચાઈના સંદર્ભે (દા.ત. સુદર્શન) અને અન્યથા લોકોપયોગી પૂર્વકાર્ય (પૂણ્યકાર્ય) તરીકે. તત્કાલના ગુજરાતમાં આ સિવાય પણ અન્ય અનેક જળાશય હોવાં જોઈએ, પણ તે વિશે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણ ઉપલબ્ધ થયાં નથી.
આબોહવા
રુદ્રદામાના શૈલલેખથી સ્પષ્ટ થાય છે કે ભારે વરસાદને કારણે સુવર્ણસિક્તા અને પલાશિની નદીમાં ભારે પૂર આવ્યાં. આ ઘટના માગશર મહિનામાં ઘટેલી. આથી, ગુજરાતના સુરાષ્ટ્ર પ્રદેશમાં ભારે વરસાદ થતો હશે અને શિયાળામાં ભારે માવઠું પણ થતું હશે. પેરિપ્લસમાં આ વિસ્તારની પેદાશના નિર્દેશ ઉપરથી ઉપર્યુક્ત અનુમાનને સમર્થન પ્રાપ્ત થાય છે. આવી પરિસ્થિતિ ગુજરાતના અન્ય વિસતારોમાં થતી હોવી જોઈએ પણ તેનાં પ્રમાણ હાથવગાં થયા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org