________________
પ્રકરણ એકવીસ
૩૪૭
હાલના ગોપનાથનું પૂર્વકાલીન નામ પાપિ હોવાનું સૂચન ભગવાનલાલે કર્યું છે. જો કે ગોપનાથનું મંદિર ગોપસિંહજીએ સોળમી સદીમાં બંધાવેલું. તેથી તે નામ એથી વધારે પૂર્વસમયનું હોય નહીં. એટલે ભગવાનલાલનું સૂચન શંકાસ્પદ રહે છે.
પેરિપ્લસમાં “મૈયોનિસ’ નામના બેટનો ઉલ્લેખ છે. એમાંનાં વર્ણન ઉપરથી તે નિર્દેશ દીવ(દ્વીપ)ના સંદર્ભમાં હોવાની અટકળ થઈ શકે; કેમ કે દીવ ત્યારે સુરાષ્ટ્ર સાથે સંલગ્નિત હોય એમ પ્રણાલિકાના આધારે અળતેકરે અનુમાન્યું છે. જો કે બૈયોનિસને સ્પષ્ટતાઃ દીવ તરીકે ઓળખાવવું શક્ય નથી.
તોલમાપની ભૂગોળમાં સુરાષ્ટ્ર દ્વીપકલ્પના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલા મોનોગ્લોસોન બંદરનો ઉલ્લેખ છે, જે સંભવતઃ હાલના જૂનાગઢ પાસે આવેલું માંગરોળ હોય. તોલમાયનો નવસરિપા અંગેનો ઉલ્લેખ હાલના નવસારીના સંદર્ભમાં હોવાનું સૂચવી શકાય.
સુરાષ્ટ્રને આલિંગતા સમુદ્રતટની સીમામાં ઝાઝો કોઈ ફેરફાર થયો હોય એમ સૂચવાતું નથી. ક્ષત્રપકાલ દરમ્યાન પણ આજની જેમ સુરાષ્ટ્રને ફરતો સમુદ્રકાંઠો હોવાનું પેરિપ્લસની નોંધથી સૂચિત થાય છે. પેરિપ્લસ કે તોલમાયે સુરાષ્ટ્રના દ્વીપકલ્પનાં બંદર કે સમુદ્રતટનાં સ્થળવિશેષનો નિર્દેશ કર્યો નથી.
પ્રસ્તુત ચર્ચાથી એવું અનુમાન તારવી શકાય કે દ્વારકા, માંગરોળ, પ્રભાસ, ગોપનાથ, હાથબ, નગરા, ભરૂચ, નવસારી વગેરે તત્કાળ સમુદ્રતટનાં સૂચક સ્થાન હોવા સંભવે. નદીઓ
આ સમયની કેટલીક નદીઓનો પરિચય ક્ષત્રપ રાજાઓના કેટલાક શિલાલેખથી મળે છે. તેમાં નિર્દિષ્ટ નદીઓ આ મુજબ છે : સુવર્ણસિક્તા, પલાશિની, તાપી, દમણ, બાર્ણાશા, ઈબા, પારદા, કરવેણવા વગેરે. (જુઓ પ્રકરણ અગિયાર, પાદનોંધ ૨માં આ નદીઓની ઓળખ).
સુવર્ણસિક્તા અને પલાશિની નદીઓ ગુજરાતના સુરાષ્ટ્ર વિસ્તારની છે. હાલ આ બંને નદી નાનાં ઝરણાં જેવી, કહો કે વહેળા જેવી, હાલતમાં છે. રુદ્રદામાના સમયમાં એ ઘણી મોટી નદીઓ હતી. બંને નદી આમ તો ગિરિનગરમાંથી વહે છે, પણ સુવર્ણસિક્તા (હાલ સોનરેખ તરીકે ઓળખાય છે) દામોદર કુંડ પાસે થઈને વહેતી હતી અને પલાશિની વર્તમાન વંથલી પાસે પલાશિયો નામનો વાંકળો છે તે હોવાનું સંભવે છે.
શેષ નદીઓ નહપાનના સમયના લેખમાં છે જેમાં ક્રમ આ મુજબ છે. બાર્ણાશા, ઇબા, પારાદા, દમણ, તાપી, કરવેણવા. જો કે આ નિર્દેશ ભૌગોલિક ક્રમમાં હોય તેમ જણાતું નથી, પરંતુ તે બધી નદીઓ (બાર્ણાશા સિવાય) દક્ષિણ ગુજરાતમાં હોવાનું સૂચવાય છે. બાર્ણાશાનો ઉલ્લેખ પાલનપુર પાસે વહેતી બનાસ નદીના સંદર્ભમાં હોઈ શકે.
પેરિપ્લસ અને તોલમાયમાં૧૫ મહી અને નર્મદાનો તથા તોલમાયમાં આ ઉપરાંત તાપી અને બનાસનો ઉલ્લેખ છે. પેરિપ્લસમાં મહી માટે મૈસ અને તોલમાપમાં મોક્ષસ નામ પ્રાપ્ત થાય છે. નર્મદા માટે પેરિપ્લસમાં નમ્નાદુસ પ્રયોગ જોવો પ્રાપ્ત થાય છે, જ્યારે તોલમાપમાં નમદુસ. તોલમાય તાપીને નાનાગૌન (?) અને બનાસને પનસ તરીકે ઓળખાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org