________________
પ્રકરણ વીસ
૩૩૩
કે શામળાજીના પરિસરમાંની બધી હિન્દુ-પ્રતિમા ક્ષત્રપકાળના અંત ભાગની હોવાનું મંતવ્ય ઉમાકાંત શાહનું છે". દોલતપરની આ મુખાકૃતિ ૫.૫ સેંટીમીટર ઊંચી અને ૬ સેંટીમીટર પહોળી છે. એનો સહુથી વધુ આકર્ષક ભાગ છે ટોપીઘાટનો સુશોભિત મુકુટ. આ પ્રકારના અલંકરણયુક્ત મુકુટ સાથેની આ મુખાકૃતિ ગુજરાતમાં સહુથી પૂર્વકાલીન હોવાનું શાહનું મંતવ્ય છે. આ મુખાકૃતિનાં ચક્ષુ તદ્દન ખુલ્લાં છે અને પાંપણ જરા પણ ઢળેલી નથી. મુકુટના મધ્યમાં જમણી તરફ પાર્શ્વદર્શન ઢબનું આકર્ષક એવું એક ચક્ર છે, જે વિષ્ણુના ચક્રની કે સૂર્યના રથચક્રની યાદ અપાવે છે તે કહેવું મુશ્કેલ છે. પણ આ મુકુટની બંને બાજૂ ઉપર પાષાણની પહોળી પટ્ટી જવાળાઓ હોવાનું સૂચવાયું છે. આથી, સંભવતઃ આ શિલ્પ સૂર્યનું હોવું જોઈએ. પરંતુ ઉમાકાંત શાહ દોલતપરની પ્રસ્તુત મુખાકૃતિને આ બંને સ્થળેથી ઉપલબ્ધ મુખાકૃતિ કરતાં પુરાણી છે એવો મત વ્યક્ત કરી એનું સમયાંકન ઈસુની બીજી-ત્રીજી સદીનું દર્શાવે છે.
શામળાજીમાંથી ગણેશની એક મૂર્તિ હાથલાગી છે. આ પ્રતિમા ઊભેલી સ્થિતિમાં છે. અને તે વર્તમાને વડોદરાના સંગ્રહાલય-ચિત્રાલયમાં સુરક્ષિત છે. ૮૭ સેંટીમીટર ઊંચી અને ૪૭ સેંટીમીટર પહોળી આ મૂર્તિના બંને હાથ ખંડિત છે. એની દેહયષ્ટિ ભરાવદાર અને ઘાટીલી છે. એણે પરિધાન કરેલી ધોતીની કરચલી ખૂબ સ્પષ્ટ અને ગણી શકાય તેવી રીતે કંડારેલી છે. પાટલી પણ સુશોભિત અને વિશિષ્ટ પ્રકારની છે. બંને પ્રતિમાના પગમાં આભૂષણો શોભે છે. મસ્તક ઉપરનું ઘરેણું સુંદર અને અલંકૃત છે. ગણેશની ડાબે ઠીંગણો અનુચર છે. ગંધાર કલાની અસર અહીં સ્પષ્ટ રીતે વર્તાય છે. પારેવા પથ્થરમાંથી ઘડાવેલી આ મૂર્તિ ક્ષત્રપ કાલના અંત સમયની અર્થાત્ ઈસ્વીની ચોથી સદીના ચોથા ચરણની હોવાનું સૂચવાયું છે.
માતા અને બાળકની સંયુક્ત મૂર્તિ પણ શામળાજીમાંથી મળી છે જે પણ વડોદરાના સંગ્રહાલયમાં છે. માતાની આકૃતિ ઉત્તરાંગવાળી અને બાળકની આકૃતિ આપી છે. પારેવા પથ્થરમાંથી નિર્માયેલી આ મૂર્તિ ૩૯ સેંટીમીટર ઊંચી અને ૩૭ સેંટીમીટર પહોળી છે. માતાના કેશની ગૂંથણી, મસ્તક ઉપરનું અલંકૃત આભૂષણ, કંઠાભરણ, વિસ્ફારિત નયન, સુદઢ બાંધો, બાજુબંધ, વલય વગેરે શણગાર આ મૂર્તિનાં નોંધપાત્ર લક્ષણ છે. ગણેશની સમકાલીન આ મૂર્તિ હોવાનું સૂચવાયું છે. આ પ્રતિમા ખંડિત હોઈ મૂળમાં સપ્તમાતૃકા પેનલમાંનો ભાગ હોવો જોઈએલ.
ઉપર્યુક્ત બંને પ્રતિમાની સમકાલીન એવી એક મૂર્તિ ભિન્નમાળમાંથી મળી આવી છે, જે વિષ્ણુની હોવાનું મંતવ્ય પ્રકટ થયું છે. આ મૂર્તિ પણ વડોદરાના સંગ્રહમાં છે. આ પ્રતિમાના મુકુટની રચના અને મુખનું સર્જન ઉપર્યુક્ત દોલતપરની સૂર્યની મુખાકૃતિ સાથે સરખાવવા યોગ્ય છે. આ વિષ્ણમૂર્તિનો મુકુટ ઊંચાઈમાં થોડો નાનો છે. આ સિવાય અન્ય બધી રીતે આ મૂર્તિ શામળાજી અને દોલતપરની મુખાકૃતિની લાક્ષણિક વિશેષતા અંકે કરેલી જણાય છે.
વડોદરાના સંગ્રહાલયમાં સુરક્ષિત એવી પક્વમૃત્તિકામાંથી નિર્માણ કરાયેલી માતાજીની એક પ્રતિમા પણ શામળાજીની છે. ખંડિત અવસ્થાવાળી આ પ્રતિમાના ડાબા પગની ઊભી સ્થિતિ નોંધપાત્ર છે, જ્યારે જમણો પગ નાશ પામેલો છે. મથુરામાંથી પ્રાપ્ત જૈન સરસ્વતીની મૂર્તિ સાથે આ મૂર્તિ ઘણું સામ્ય ધરાવે છે. કટિવસ્ત્રની કરચલીઓ ધ્યાનાર્હ છે. નાશ પામેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org