________________
૭૪
ક્ષત્રપકાલીન ગુજરાત સંભવતઃ દર્શનશાસ્ત્રનું જ્ઞાન પણ આપવામાં આવતું હશે. કાયદાના કોઈ ગ્રંથો આ સમયે અસ્તિત્વમાં હોવાની જાણકારી નથી. પરંતુ તત્ત્વજ્ઞાનના શિક્ષણ કાજે સિદ્ધસેનકૃત સન્મતિપ્રર અને ન્યાયાવતાર તથા મલવાદીના શાસનનો ઉપયોગ થતો એમ ચોક્કસ કહી શકાય. સમકાલીન દિનાગ, નાગાર્જુન, અસંગ અને વસુબંધુએ રચેલા ન્યાય-પ્રમાણના ગ્રંથોનું પણ અધ્યયન થતું હશે. દા. ત. પ્રમાણસમુન્વય, ચાયપ્રવેશ વગેરે. આ ઉપરાંત ગૌતમકૃત ન્યાયસૂત્ર, વાત્સ્યાયનકૃત ન્યાયમાષ્ય, કણાદત વૈશેષિસૂત્ર અને પ્રશસ્તપાદકૃત પાર્થધર્મસંપ્રદ જેવા ગ્રંથો પણ સંભવતઃ શિક્ષકો ઉપયોગમાં લેતા હશે.
યુદ્ધવિદ્યા એટલે ઘોડેસ્વારી, ગજસ્વારી, રથચર્યા, તલવાર અને ઢાલના ઉપયોગની પદ્ધતિ વગેરે સમજી શકાય. આ વિદ્યાનો અભ્યાસ કેવળ રાજકુંવરો કે રાજકુટુંબના સભ્યો કરતા હોવા સંભવે. સામાન્ય પ્રજા વાસ્તે એનો અભ્યાસ દુષ્કર બની શકે. જો કે આ વિદ્યાનો કોઈ ગ્રંથ ઉપલબ્ધ થયો નથી. *
આ બધી વિદ્યાઓ ઉપરાંત બ્રાહ્મણ વિદ્યાર્થીઓ વેદનો, જૈન વિદ્યાર્થીઓ આગમનો અને બૌદ્ધ વિદ્યાર્થીઓ પિટકનો અભ્યાસ કરતા હશે એવું અનુમાની શકાય. અસંગ, વસુબંધુ, સ્થિરમતિ, ગુણમતિ, દુર્ગાચાર્ય, વજભૂતિ, પાદલિપ્તાચાર્ય જેવા સાહિત્યસ્વામીઓના ગ્રંથોનાં અધ્યયન-અધ્યાપન થતાં હોવાં જોઈએ. સંભવતઃ સંવિદ્યાના પ્રકારોનું જ્ઞાન પણ અપાતું હશે.
જો કે પ્રસ્તુત વિવરણ ઉપરથી એવું સૂચિત થતું નથી કે આ બધી વિદ્યાઓ સામાન્ય લોકો માટેય હશે. પણ ક્ષત્રપોના સિક્કાઓ ઉપરનાં લખાણ તથા તેમના સમયના શિલાલેખોનાં લખાણ સંસ્કૃત ભાષામાં હોઈ સંભવતઃ લોકો સંસ્કૃત ભાષાથી પરિચિત હશે. એટલું જ નહીં પ્રજાનો મોટો વર્ગ શિક્ષણ-સંપન્ન હશે. શિક્ષણની પદ્ધતિ
- રુદ્રદામાના શૈલલેખથી આ બાબતે માહિતી પ્રાપ્ત થાય છે. આ લેખમાં પારણ, ધારણ, વિજ્ઞાન અને પ્રયોગ એવા ચાર તબક્કાઓનો નિર્દેશ છે. સંભવતઃ આ ચાર તબક્કા તે શિક્ષણ પદ્ધતિના ચાર સોપાન હશે.
પારણ એટલે ગ્રહણ કરવું અર્થાત્ ધ્યાનથી સાંભળવું. બીજી રીતે કહીએ તો ગુરુ પાસેથી જ્ઞાન સંપ્રાપ્ત કરવું. ધારણ એટલે સ્મૃતિમાં રાખવું, સ્મરણ કરવું, યાદ રાખવું કે વાગોળવું. અર્થાત્ ગુરુ પાસેથી સંપાદિત જ્ઞાન ચકાસવું, કહો કે પચાવવું. આ બે પદ્ધતિ પછી આવે છે વિજ્ઞાનપદ્ધતિ. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન, અર્થાત્ જિજ્ઞાસાવૃત્તિથી મેળવેલું વિશિષ્ટ જ્ઞાન. બીજા શબ્દોમાં પ્રસ્તુત કરીએ તો ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને વાગોળતાં સ્વાધ્યાયથી એ અંગેનું વિશિષ્ટ જ્ઞાન અંકે કરવું તે વિજ્ઞાન. શિક્ષણ પ્રાપ્તિનો છેલ્લો તબક્કો, કહો કે પદ્ધતિ છે પ્રયોગનો. પ્રયોગ એટલે વ્યાવહારિક વિનિયોગ. પારણ-ધારણ-વિજ્ઞાનથી સંપાદિત જાણકારીને પ્રયોગમાં મૂક્વી, અર્થાત્ મેળવેલા જ્ઞાનનો-શિક્ષણનો-તાલીમનો વ્યવહારમાં ઉપયોગ કરવો.
આમ, ઉપર્યુક્ત ચાર પદ્ધતિ-તબક્કાના વિશ્લેષણથી સૂચિત થાય છે. શિક્ષણના ક્ષેત્રે પ્રવેશ પ્રાપ્ત કરનાર વ્યક્તિ સાચા અર્થમાં વિદ્યાનો અર્થી બની રહે એવી કેળવણી એને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org