________________
પરિશિષ્ટ એક
ક્ષત્રપ સમયના અભિલેખ
પશ્ચિમી ક્ષત્રપોથી આપણા ઇતિહાસમાં જ્ઞાત ગુજરાતના ક્ષત્રપવંશના રાજાઓના ઇતિહાસને જાણવા સારુ સિક્કાલેખો પછી સાધન તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે અભિલેખ. આ સમયના ૩ર અભિલેખ અદ્યાપિ પ્રાપ્ત થાય છે. આ બધા અભિલેખની સસંદર્ભ સૂચિ અત્રે પ્રસ્તુત કરી છે; પરંતુ પ્રત્યેકના પ્રકાશન અંગેના વ્યક્તિગત સંદર્ભ આપવાને સ્થાને એ લેખો એક સાથે જે પુસ્તકોમાં અને સૂચિપત્રકમાં સ્થાન પામ્યા છે તે તેનો ક્રમસંદર્ભ આપવાનું યોગ્ય ગયું છે. જે તે ગ્રંથ કે સૂચિપત્રકની વિગત અહીં આપી છે. જો કે હવે પછીના પ્રકરણમાં તે તે અભિલેખ વિશે જરૂરી સંદર્ભે જે તે સ્થાને પાદનોંધમાં આપ્યા છે.
અહીં પ્રસ્તુત અભિલેખસૂચિમાં વિનિયોગ પામેલ સંક્ષેપસૂચિ આ મુજબ છે : આચાર્યનો નંબર : ગિરિજાશંકર વલ્લભજી આચાર્યે ગુજરાતના ઐતિહાસિક લેખો' નામક
ગ્રંથ ત્રણ ભાગમાં સંપાદિત કર્યો છે; અનુક્રમે વર્ષ ૧૯૩૩, ૧૯૩૫ અને ૧૯૪૨માં. આમાંના પ્રથમ ભાગમાં ક્ષત્રપોના અભિલેખોનું વાચન પ્રસ્તુત
કર્યું છે. આથી આ ગ્રંથમાંનો ક્રમાંક કોઠામાં છઠ્ઠા ક્રમે રજૂ કર્યો છે. સરકારનો નંબર : ડૉ. દિનેશચંદ્ર સરકારે “સીલેકટ ઇસ્ક્રિશન્સ બેરીંગ ઑન ઇન્ડિયન
હિસ્ટરી ઍન્ડ સિવિલિઝેશન” (ભાગ ૧, બીજી આવૃત્તિ ૧૯૭૦) નામનો ગ્રંથ સંપાદિત કર્યો છે. એમના ગ્રંથમાંના ક્ષત્રપલેખોનો ક્રમાંક અહીં
સાતમા ક્રમે રજૂ કર્યો છે. સત્યશ્રાવનો નંબર : “ધ શક્સ ઇન ઇન્ડિયા' નામનો ગ્રંથ ૧૯૪૭માં સત્યશ્રાવે પ્રકાશિત કર્યો
છે. એમણે પરિશિષ્ટમાં ક્ષત્રપોના કેટલાક લેખોના પાઠ સસંદર્ભ પ્રસ્તુત
કર્યા છે. એમનો ક્રમાંક પણ અહીં આઠમા ક્રમથી ઉપયોગમાં લીધો છે. સંદર્ભસૂચિનો નંબરઃ ગુજરાત ઇતિહાસ પરિષદ નામની સંસ્થા તરફથી ગુજરાત ઇતિહાસ
સંદર્ભસૂચિ” નામના ખંડ પ્રકાશિત થતા રહે છે. આમાંના ખંડ માં (૧૯૬૨) ગુજરાતના ઇતિહાસના પૂર્વકાલીન અભિલેખોની સૂચિ આપી
છે. આનો ક્રમાંક અહીં નવમા ક્રમથી ઉપયોગાયો છે. કોઠામાં ફક્ત ક્રમાંક આપ્યા છે. જે તે ક્રમાંક શું સૂચિત કરે છે તેની વિગત હવે અહીં પ્રસ્તુત છે : એક
: આ લેખકનો પોતાનો ક્રમાંક-અનુક્રમ : ક્ષત્રપ રાજાનું નામ કે જેના સમયનો એ અભિલેખ છે. શક્ય છે ત્યાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org