________________
૧૦
ક્ષત્રપકાલીન ગુજરાત અનુકાલીન સાહિત્ય
ક્ષત્રપાલને સ્પર્શતી કેટલીક અનુશ્રુતિઓ માટે મૈત્રકકાલ અને તે પછીના કાલમાં ગ્રંથસ્થ થયેલી કેટલીક રચનાઓ ઉપયોગી માહિતી આપે છે. મૈત્રકકાળ દરમ્યાન રચાયેલી સંઘદાસ ગણિવાચકની ‘વસુદેવહિંડી', સોલંકીકાળ દરમ્યાન લખાયેલી પ્રભાચંદ્રાચાર્યકૃત “પ્રભાવકચરિત’ (વિ. સં.૧૩૩૪), ઇસ્લામીશાસન દરમ્યાન રચાયેલી મેરૂતુંગાચાર્યવૃત “પ્રબંધચિંતામણિ (વિ. સં.૧૩૬૧) તેમ જ જિનપ્રભસૂરિ રચિત “વિવિધતીર્થકલ્પ' (વિ.સં.૧૪૦૫)–આ કૃતિઓ પણ ગુજરાતના ક્ષત્રપકાલના સાંસ્કૃતિક ઇતિહાસ કાજે ઉપયોગી સામગ્રી પ્રદત્ત કરે છે. વિદેશ સાહિત્ય
આ ઉપરાંત આ સમયના ગ્રીક લેખકોએ લખેલાં પ્રવાસવર્ણન અને ભૂગોળને લગતાં પુસ્તકો ગુજરાતનાં સાંસ્કૃતિકજીવનને ઉજાગર કરતી કેટલી માહિતી આપે છે. રોમના અજ્ઞાત પ્રવાસીએ ગ્રીક ભાષામાં લખેલો ગ્રંથ “ઇરિશ્ચિયન (લાલ) સમુદ્રનો પેરિપ્લસ (ભોમિયો)' મહત્ત્વની સામગ્રી પૂરી પાડે છે. આ ગ્રંથમાં રાતા સમુદ્રથી આરંભી હિંદી મહાસાગર સુધીની દરિયાઈ સફરને લગતી માહિતી નોંધાઈ છે. આથી આપણા દેશના પશ્ચિમ કિનારાના સમુદ્રવિસ્તારનો સારો પરિચય પ્રાપ્ત થાય છે. મિસરના ગ્રીક વિજ્ઞાની બ્લૉડિયસ તોલમાયે
ભૂગોળનું વર્ણન' નિરૂપ્યું છે, જેમાં પશ્ચિમ ભારતનાં વર્ણન અંતર્ગત સુરાષ્ટ્ર અને લાટનો ઉલ્લેખ કરે છે. આમ આ બે ગ્રીક ગ્રંથોના આધારે એ સમયના આપણા પ્રદેશની ભૌગોલિક તથા વાણિજિયક સ્થિતિનો ખ્યાલ હાથવગો થાય છે. ઉપસંહાર
પશ્ચિમી ક્ષત્રપોથી જ્ઞાત ગુજરાતના પહેલપ્રથમ સ્વતંત્ર રાજકીય એકમના શાસકોએ ઈસ્વી ૧૮થી ૪૧૫ સુધીના ચાર શતક પર્યત આપણા પ્રદેશને સ્થિર શાસન બક્ષી, શાંતિ અને વ્યવસ્થા સુદઢ કરી તથા પ્રદેશના સર્વગ્રાહી સાંસ્કૃતિક વિકાસમાં ભાતીગળ ફાળો નોંધાવ્યો છે તે બાબત ધ્યાનાર્હ રહેવી જોઈએ. પરિણામે આપણા પ્રદેશમાં રાજવ્યવસ્થા, ધર્મ, કલા, સાહિત્ય ઇત્યાદિ અનેકાનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. આમ, આપણા પ્રદેશના અનુક્ષત્રપકાલ દરમ્યાન જોવી પ્રાપ્ત થતી સમૃદ્ધકાલની વિકસિત સંસ્કૃતિનાં ઘણાં બીજ ક્ષત્રપકાલ સમયે વવાયાં અને અંકુરિત પણ થયાં હતાં. આથી આપણા પ્રદેશના સાંસ્કૃતિક ઇતિહાસના પાયારૂપ આ કાલનાં ઇતિહાસ અને સંસકૃતિનો ફાળો ધ્યાનાર્હ ગણાવી શકાય. ક્ષત્રપાલનું આ યોગદાન ભાતીગળ તો હતું જ, બુનિયાદી પણ હતું.
પાદનોંધ ૧. જેમ મૈત્રક રાજાઓના ઇતિહાસ વાતે ઉત્કીર્ણ લખાણોયુક્ત તામ્રશાસનો અને સોલંકી શાસકોના
ઇતિહાસ સાર સાહિત્યનાં સાધનો સવિશેષ અગત્યનાં છે, તેમ ક્ષત્રપ રાજાઓ કાજે સિક્કાઓ. મૈત્રકોના શાસનકાલના તથાકથિત સિક્કાઓ હાથ લાગ્યા છે જેની સંખ્યા બહુ નથી તેમ જ સાહિત્યિક સાધનો પણ ઝાઝેરાં નથી. સોલંકી શાસકોના સમૃદ્ધ સમય દરમ્યાનના અભિલેખો અને સાહિત્યનાં પ્રમાણો સંખ્યાધિક છે પરંતુ આ શાસકોના સિક્કા બહુ જ થોડા મળે છે તે બાબત આશ્ચર્યકારક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org