________________
પ્રકરણ આઠ
૧૩૯
એનો રાજ્ય-અમલ વર્ષ ૩૦૬ અને ૩૧૦ના સમયગાળા દરમ્યાન સ્વામી રુદ્રસેન ૪થાના શાસનકાળ પછી એ ગાળાના ઉત્તરભાગે હોવો જોઈએ.
રુદ્રસેન ૪થા સાથેનો એનો સંબંધ જાણવામાં નથી. જો કે રેપ્સન એવું સૂચવે છે કે સ્વામી સત્યસિંહ એ સ્વામી સિંહસેનનો ભાઈ હોય. પરંતુ આ વાસ્તુ સાપેક્ષ સાબિતી એમણે દર્શાવી ના હોઈ એમની અટકળ સ્વીકારવા યોગ્ય રહેતી નથી. આથી, એમ કહી શકાય કે સ્વામી સત્યસિંહથી શરૂ થતું આ છઠ્ઠું છેલ્લું ક્ષત્રપકુળ છે. સ્વામી રુદ્રસિંહ ૩જો
સત્યસિંહનો આ પુત્ર સ્વામી રુદ્રસિંહ ૩જો એ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં છેલ્લો જ્ઞાત પુરુષ અને શાસક છે. એના મહાક્ષત્રપ તરીકેના સિક્કા વર્ષ ૩૧૦, ૩૧૨૦ અને ૩૨૦ના અત્યાર સુધી હાથવગા હતા. પણ ૧૯૮૫ના અરસામાં જૂનાગઢ જિલ્લાના એક ગામેથી પશ્ચિમી ક્ષત્રપ સિક્કાઓનો એક નિધિ મળી આવ્યો છે. આમાં મોટા ભાગના સિક્કા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસિંહ ૩જાના છે. આ સિક્કા ઉપર વર્ષ ૩૧૦, ૩૧૩, ૩૧૫, ૩૧૬, ૩૨૦, ૩૩૩ અને ૩૩૭ વંચાયા હોવાનું જણાયું છે.
આમ, તો અત્યાર સુધી પશ્ચિમી ક્ષત્રપોનું છેલ્લું જ્ઞાત વર્ષ ૩૧૦ હોવાનું અનુમાન થયેલું. પરંતુ વર્ષ ૩૨૦નો રુદ્રસિંહ ૩જાનો એક સિક્કો સાઠના દાયકનાં પ્રારંભમાં આ ગ્રંથલેખકને પ્રાપ્ત થયો છે. હમણાં સુધી વર્ષ ૩૨૦ છેલ્લે જ્ઞાત વર્ષ હતું. પરંતુ તે પછી હમણાં અગાઉ અવલોકયું તેમ જૂનાગઢ જિલ્લામાંથી હાથ લાગેલા ક્ષત્રપસિક્કાનિધિમાં વર્ષ ૩૩૩ અને ૩૩૭ સૂચિત થયું છે. એટલે સ્વામી રુદ્રસિંહના શાસનકાળનો અને એ સાથે પશ્ચિમી ક્ષત્રપ સત્તાનો અંત શક વર્ષ ૩૩૭ અર્થાત્ ઈસ્વી ૪૧૫ની નજીક હોવાનું સંભવે છે". ક્ષત્રપ રાજ્યનો અસ્તાચળ
હમણાં સુધી આ ગ્રંથલેખકના ધ્યાનમાં વર્ષ ૩૨૦નો સિક્કો પશ્ચિમી ક્ષત્રપવંશનો છેલ્લો ઉપલબ્ધ જ્ઞાત આભિલેખિક પુરાવો છે, જે આપણે અગાઉ અવલોક્યું. પરંતુ ૧૯૮૫માં જૂનાગઢ જિલ્લાના એક ગામેથી ક્ષત્રપ સિક્કાઓનો એક નિધિ હાથ લાગ્યો તેમાં રુદ્રસિંહ ૩જાના સિક્કા ઉપર વર્ષ ૩૩૩ અને ૩૩૭ હોવાનું સૂચિત થયું છે. તે પછીના સમયની ક્ષત્રપવંશની કે રાજયની કોઈ જ હકીકત જાણવા મળતી નથી.
ચાખનકુળના છેલ્લા મહાક્ષત્રપ ભર્તુદામાના અંતથી કે પછી રુદ્રસિંહ ૩જાના અંતથી પશ્ચિમી ક્ષત્રપ સત્તાનાં પૂર ઓસરતાં જણાય છે. પશ્ચિમી ક્ષત્રપોમાંના છેલ્લા જ્ઞાત રાજા સ્વામી રુદ્રસિંહ ૩જાના સયમમાં ક્ષત્રપ સત્તાનો અંત આવ્યો હોવાનું સંભવિત અનુમાન હકીકત બને છે કેમ કે તેના સિક્કા ઉપર વર્ષ ૩૩૩ અને ૩૩૭ વંચાયા હોવાનું સૂચિત થયું છે. એના કથિત અનુગામી રૂદ્રના સિક્કા જૂનાગઢ જિલ્લામાંથી બેક દાયકા પૂર્વે હાથ લાગ્યા છે જે મિતિનિર્દેશ વિનાના હોઈ પશ્ચિમી ક્ષત્રપો સાથે એનો સંબંધ સાબિત થતો નથી. આથી, આ છેલ્લો રાજા રુદ્રસિંહ કાં તો અપુત્ર મરણ પામ્યો હોય કે કોઈ અન્ય શક્તિશાળી સત્તાએ ક્ષત્રપ રાજયનો અંત આપ્યો હોય એવી અનુમાની અટકળ થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org