________________
પ્રકરણ સાત
ચાષ્ટનવંશ : અભ્યદય અને અસ્ત
પ્રકરણ પાંચમાં પ્રસ્તુત કરેલી વંશાવળી ઉપરથી પશ્ચિમી ક્ષત્રપોથી ઓળખાતા ગુજરાતના શક શાસકોમાં ક્ષહરાતવંશ પછી વાછિનવંશથી ઓળખાતું આ બીજું ક્ષત્રપકુલ છે. આ વંશના રાજાઓની માહિતી મેળવવાનું મુખ્ય સાધન છે સિક્કાઓ. આરંભના ચારેક રાજાઓને બાદ કરતાં શેષ બધા રાજાઓના લગભગ વર્ષવાર સિક્કાઓ મળી આવ્યા છે. કેટલાક રાજાઓના શિલાલેખો (જેમાં યષ્ટીલેખો અને શૈલસમુગકનો સમાવેશ થાય છે) પણ હાથ લાગ્યા છે. એકાદ બે શિલાલેખમાં આપેલી વંશાવળી ઉપયોગી નીવડે છે. ચાખનવંશની સળંગ વંશાવળી વિશ્વસેન સુધી છે અને આ વંશમાં કુલ ૨૦ રાજાઓ અને ૨૧ વ્યક્તિઓનાં નામ જાણવા મળે છે.
તિત્તીય-પUત્તિમાં ચાષ્ટનવંશે ર૪૨ વર્ષ કર્યું હોવાનો ઉલ્લેખ છે. આ સમયાવધિ વિશ્વસેન સુધીની કે રુદ્રસિંહ ૩જા સુધીની ગણવી એ બાબત સંદિગ્ધ રહે છે. જિનસેનના રિવંશ પુરાણમાં (૬૦, ૪૨૦-૧૨) પણ ૨૪૨ વર્ષનો નિર્દેશ છે. આ બંને ગ્રંથમાં નહપાનનાં ૪૦ વર્ષનો ઉલ્લેખ અલગ છે. આમ કુલ ૨૮૨ વર્ષની સમયાવધિ દર્શાવાઈ છે. પુરાણોમાં શકોના રાજવંશનાં ૩૦૦ વર્ષ ગણાવ્યાં છે. એમાં નહપાનનો અલગ ઉલ્લેખ નથી. આ ત્રણેય સાહિત્યિક સાધનમાં નિર્દિષ્ટ સમયાવધિની બાબત એકબીજાની નજીક છે. સિક્કાલેખોમાંથી અને શિલાલેખોમાંથી પશ્ચિમી ક્ષત્રપોનો સત્તાકાલ ત્રણ સદી જેટલો હોવાનું આપણે અગાઉ નોંધી ગયા છીએ, જે સાહિત્યિક નિર્દેશોને સમર્થન બક્ષે છે. ચાન્ટન : '
સિક્કાઓ આ રાજાની અને એના પિતાની માહિતી સંપડાવી આપે છે. તો શિલાલેખો એના પિતાની અને એના સત્તાકાલની માહિતી બક્ષે છે. તોલમાયની ભૂગોળ એની રાજધાની ઉપર પ્રકાશ પાડે છે. મથુરા સંગ્રહાલયમાં સંગૃહીત પૂર્ણ કદનું (અલબત્ત મસ્તક વિનાનું) એનું બાવલું તેના પડછંદ વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે.
અભિલેખોથી સ્પષ્ટ થાય છે કે એના પિતાનું નામ સામોતિકર હતું. જો કે આ પુરુષના સિક્કા કે શિલાલેખ હાથ લાગ્યા નથી, તેથી તે સત્તાધીશ થયો હતો કે કેમ તે વિશે કોઈ માહિતી મળતી નથી. આ રાજવંશનો સ્થાપક સામોતિકનો પુત્ર ચાખન હોવાનું આમ સ્પષ્ટ થાય છે.
ચાષ્ટનના તાંબાના અને ચાંદીના સિક્કા પ્રાપ્ત થયા છે. ચાંદીના સિક્કા ક્ષત્ર અને મહાક્ષત્રપ એમ ઉભય પ્રકારના છે. ક્ષત્રપ તરીકેના એના સિક્કા બે પ્રકારના છે. બંને પ્રકારના અગ્રભાગે રાજાની મુખાકૃતિ અને ગ્રીક લેખ છે, ફક્ત પૃષ્ઠભાગમાં થોડા ફેર જોવા મળે છે. દા.ત. એક પ્રકારના એના સિક્કામાં મધ્યમાં તથા ડાબી તરફ ચંદ્રકલા તથા જમણે સૂર્ય તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org