________________
પ્રકરણ છ
છે. આથી એવું અનુમાની શકાય કે નહપાનના રાજ્યમાં હાલના મહારાષ્ટ્રનો પશ્ચિમ ભૂભાગનો કેટલોક પ્રદેશ, ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર અને ઉત્તરમાં અજેમ૨ સુધીનો કેટલોક પ્રદેશ સમાવી
શકાય.
૧૦૭
એના સમયના ગુફાલેખોમાં નહપાનના જમાઈ, પુત્રી અને અમાત્યે કેટલાંક સ્થળોએ દાન કર્યાનો નિર્દેશ છે, જે સ્થળો પ્રાયઃ એના રાજ્યમાં આવેલાં હોય. ઉજ્જૈનમાં દાન કર્યાનો, પુષ્કરમાં જઈ સ્નાન કર્યાનો તથા ૩૦૦૦ ગાયો અને એક ગામ દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. ઉપરાંત ભરુકચ્છ, શૂર્પારક, કપૂર આહાર, પ્રભાસ, દશપુર વગેરે સ્થળોએ દાન કર્યાનો નિર્દેશ છે.
નાસિકના સાતવાહન રાજાઓના શિલાલેખોમાંથીય નહપાનના રાજ્યની હદનો ખ્યાલ મળી રહે છે. તદનુસાર સુરાષ્ટ્ર, કુકુર, અપરાન્ત, આક૨ાવંતિ વગેરે પ્રદેશોને નહપાનના રાજ્યમાં સમાવી શકાય .
આમ, નહપાનના રાજ્યની હદ ઉત્તરમાં અજેમર સુધી, દક્ષિણમાં દક્ષિણ ગુજરાત, અને ઉત્તર કોંકણ તેમ જ અહમદનગર, નાસિક અને પૂણે જિલ્લો તથા પશ્ચિમમાં સુરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં માળવા સુધી હોવાનું સંભવે. (જુઓઃ નકશો નંબ૨ ૨).
આદર્શ રાજવી નહપાન
ગુફાલેખો ઉપરથી નહપાનના જમાઈ ઉષવદાત્તનાં ધર્મપરાયણ મનોવલણ વિશે થોડીક માહિતી મળે છે, પણ નહપાન વિશે રાના ક્ષત્રપ એવા બિરુદ સિવાય અન્ય કશું જાણવું પ્રાપ્ત થતું નથી. આવશ્યસૂત્ર-નિયંત્તિમાં વર્ણિત કથા જો કે નહપાન વિશે ઠીક ઠીક માહિતી સંપડાવી આપે છે. કથાનુસાર નહપાનના પ્રતિસ્પર્ધી સાતવાહન રાજાના નિર્વાસિત મંત્રીને પોતાના અંગત મંત્રી તરીકે નહપાન સ્વીકારે છે અને તે મંત્રીની સૂચનાનુસાર દાનધર્માદાનાં કાર્યો કરે છે તે ઉપરથી એનું ઉદારચિરત્ર અને ધર્મિષ્ઠ રાજા તરીકેનું ચિત્ર ઉપસતું જોઈ શકાય છે. આ કથા જૈન ગ્રંથમાં હોઈ સંભવતઃ નહપાન જૈનાવલંબી હોવાનું અનુમાની શકાય. નરવાહ કે નરવાહન નામનો રાજા તેની ઉત્તરાવસ્થામાં જૈન મુનિ થયો અને તેણે ભૂતબલિ નામ અંગિકાર કર્યું અને ધરસેનાચાર્ય પાસે જૈન સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો એવું જૈન અનુશ્રુતિ નોંધે છેપ. એના જમાઈ ઉષવદાત્તે આપેલાં ગુફાદાન બૌદ્ધધર્મના પ્રવ્રુજિતોના સંઘને આપેલાં છે; તો ગાયોનાં દાન, સ્નાન ઇત્યાદિનો મહિમા, બ્રાહ્મણોને આપેલાં દાન, બ્રહ્મભોજન વગેરે જેવા ઉલ્લેખોય છે જ. આથી, આવાં દાનપૂણ્યકાર્યો બ્રાહ્મણધર્મ અને બૌદ્ધધર્મને આવરી લેતાં હતાં. જો કે એમાં જૈનધર્મનો સમાવેશ થતો હતો કે કેમ એ બાબતે કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી. આથી, નહપાનના, એના રાજ્યના કે ઉષવદાત્તના ધર્મ વિશે કશું સ્પષ્ટતઃ કહેવું મુશ્કેલ છે. એવું અનુમાની શકાય કે નહપાનના રાજ્યઅમલ દરમ્યાન આપણા તે વખતના ગુજરાતમાં ત્રણેય ધર્મનું પોતપોતાનું સ્થાન હરો.
એના અમાત્ય અયમના વર્ષ ૪૬ના લેખથી સૂચિત થાય છે કે તેના રાજ્યના અમલના અંતભાગે એને અયમ નામનો અમાત્ય હતો. અન્ય અધિકારીઓની માહિતી મળતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org